કપરાડા બાદ હવે નાનાપોંઢામાં વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં દેખાશે કૉંગ્રેસની કુંજાલી પટેલ
- byDamanganga Times
- 30 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા. તા.૨૯ ઃ કપરાડા - નાનાપોંઢા માં તાલુકા પંચાયત ભાજપ નો ભવ્ય વિજય થયો છે. બંને તાલુકા માં ભાજપ સત્તારૂઢ થશે અને પાંચ વર્ષ સુધી શાસન કરશે ઍ નિડ્ઢિત થઈ ચૂક્યું છે. ત્યારે કપરાડા તાલુકામાં ૨૨ તાલુકા ની બેઠકો માંથી ૪ બેઠકો પર કોંગ્રેસ ના ઉમેદવારો વિજેતા થાય છે અને વિપક્ષની ભૂમિકા ભજવશે.ઉલ્લેખનીય છે. ગત ટર્મ માં કપરાડા તાલુકા માં વિપક્ષના નેતા તરીકેની ભૂમિકા કુંજાલી પટેલે ખૂબ આક્રમક અને ધારદાર મુદ્દાઓ ઉઠાવી નિભાવી હોવાનું જાણવા મળે છે.
પરંતુ કપરાડા તાલુકા માંથી વિભાજિત નાનાપોંઢા તાલુકાની ૨૦ જેટલી તાલુકા પંચાયતની બેઠકો માંથી ભાજપે ૧૮ બેઠકો મેળવી પ્રથમ નાનાપોંઢા તાલુકા પંચાયત પર સત્તાનું સુકાન સંભાળશે પરંતુ કપરાડા તાલુકા બાદ ફરી નાનાપોંઢા તાલુકામાં કોંગ્રેસની કુંજાલી પટેલ વિપક્ષની ભૂમિકા ભજવશે. કુંજાલી પટેલ સુખાલા બેઠક પરથી ફરી વિજેતા થઈ છે. સાથે ૧૦ - લાવછા બેઠક પર કોંગ્રેસના નિકિતાબેન વિવેકભાઈ આહિર વિજેતા થયા છે. ત્યારે વિપક્ષ જેવું ખાસ કાંઈ રહ્નાં નથી.
છતાં કુંજાલી પટેલ ઍક શિક્ષિત અને રાજકીય વિરોધ પક્ષના નેતા તરીકેનો અનુભવને લઈ સત્તા પક્ષ માટે ભારે પડે તેવી સંભાવના જોવા મળે છે. વિજેતા થતા જ કુંજાલી પટેલે જાહેર માં કહ્નાં હતું કે કુંજાલી ઝુકેગી નહી કપરાડા બાદ ફરી વિરોધ પક્ષના નેતા તરીકે કુંજાલી પટેલ નાનાપોંઢામાં પણ ભૂમિકા ભજવશે ઍ ચોક્કસ જણાય રહ્નાં છે.
