ચીખલીની વાંઝણા બેઠક પર મતપેટીનું સીલ તુટેલું હોય ઉમેદવારનો વિરોધ
- byDamanganga Times
- 30 April, 2026
ચીખલી, તા.૨૯ ઃ ચીખલી તાલુકા પંચાયત અને નવસારી જિલ્લા પંચાયતની પાંચ બેઠકો ઉપર ચીખલી ઇટાલીયા હાઈસ્કૂલમાં મત ગણતરી થઈ રહી હતી. દરમિયાન વાંઝણા બેઠક ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારને મત પેટી ખોલતા પહેલા બતાવી હતી અને બીજી મત પેટી બતાવી તે દરમિયાન મત પેટીને કરેલ સીલના તાર તૂટેલ જણાતા ઉમેદવાર અને ઍજન્ટે વિરોધ કર્યો હતો. પરંતુ અધિકારીઓઍ વ્યવસ્થિત જવાબ ન આપતા કોંગ્રેસના ઉમેદવાર અને ઍજન્ટૉ ગણતરી છોડી નીચે ઉતરી આવ્યા હતાં અને ગણતરીનો બહિષ્કાર કરી અધિકારીઓની હાય હાય બોલાવી હતી. જો કે ચૂંટણી અધિકારીઍ વાંઝણા બેઠકના ઉમેદવાર અને ઍજન્ટોને જણાવ્યું કે તમને વાંધો હોય તો લેખિતમાં આપો તેનો અમે જવાબ આપીશું ત્યારબાદ પોલીસે મધ્યસ્થી કરી કોંગ્રેસના ઉમેદવાર અને ઍજન્ટોને લેખિતમાં આપવાનું કહેતા લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો. જો કે થોડી ચકમક વચ્ચે મત ગણતરી ચાલુ રહેતા વાંઝણા બેઠક ઉપર જિલ્લા પંચાયતના ઉમેદવાર હેમાંગીનીબેન પટેલે પરિણામના ફોર્મ ઉપર સહી કરવા વગર નીકળી ગયા હતાં.
