પારડીમાં ભાજપા દ્વારા વિજય રેલી યોજાઈ
- byDamanganga Times
- 30 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃ પારડી તાલુકા પંચાયતની ૨૨ અને જિલ્લા પંચાયતની ચાર બેઠક ભારતીય જનતા પાર્ટી ઍ ઐતિહાસિક વીજે મેળવ્યા બાદ દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં વિજય રેલી જીતેલા ઉમેદવારઍ કાઢી હતી. પારડી તાલુકાની જિલ્લા પંચાયત બેઠકોમાં ઉમરસાડીમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ટુકવાડામાં સોનલબેન રવિન્દ્રભાઈ પટેલ પરિયા માં અદિતિ બેન અંકિતભાઈ પટેલ અને સુખેશમાં નરેશભાઈ પટેલ વિજેતા બન્યા છે. ઍ જ રીતે તમામ પારડી તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ઐતિહાસિક વીજય મળ્યા બાદ ભાજપના તમામ ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં જનતા વચ્ચે ગયા હતા. જનતા ઍમને ઉત્સાહપૂર્વક વાંચતે ગાજતે સન્માન આપ્યું હતું સ્વાગત કર્યું હતું. વિજય રેલી દરેક ઉમેદવારોઍ પોતાના મતવિસ્તારોમાં કાઢી હતી. જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના બંને ઉમેદવારોઍ વિજય રેલી કાઢી હતી તેઓ લોકો વચ્ચે જઈને ઍમને મળ્યા હતા અને ઍમનો આભાર વ્યક્ત કર્યો હતો પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ અને ઍમની ટીમ દરેક ઉમેદવારોના સાથે વિજય રેલીમાં જોડાયા હતા અને જનતાને મળ્યા હતા. દરેક ગામડાઓમાં સરપંચ સહિત નાગરિકોઍ જીતેલા ભાજપના ઉમેદવારોનો સન્માન કર્યો હતો સ્વાગત કર્યો હતો ફટાકડા વેચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. મીઠાઈ વેચવામાં આવી હતી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ખાસ કરીને પારડીના લોકિ-ય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ કરેલા વિકાસના કામો થકી પ્રચંડ વિજય મળ્યો હોવાનું લોકોઍ જણાવ્યું હતું અને ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
