સાપુતારા પોલીસ સ્ટેશનની મુલાકાતે આદર્શ નિવાસી શાળાની કન્યાઓ
- byDamanganga Times
- 30 April, 2026
સાપુતારા, તા.૨૯ ઃ નિયામક આદિવાસી વિકાસ વિભાગ અને પ્રાયોજના વહીવટદારનાં માર્ગદર્શન હેઠળ સંચાલિત આદર્શ નિવાસી શાળા (કન્યા), સાપુતારાની વિદ્યાર્થીનીઓઍ આજે વિશેષ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સાપુતારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પોલીસ વિભાગની કામગીરી પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ કાયદાકીય પ્રક્રિયાઓ અંગે વ્યવહારુ સમજ વિકસાવવાનો હતો. આજ રોજ સવારે ૧૦ કલાકે યોજાયેલી મુલાકાત દરમિયાન સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. શાંખલા તથા પોલીસ સ્ટેશન ઓફિસર (ભ્લ્બ્) વુમન હેડ કોન્સ્ટેબલ સુમિત્રાબેન ઍચ. ખુરખુટે દ્વારા વિદ્યાર્થીનીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી તેમની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.જેમાં ભ્લ્બ્ ચેમ્બર તથા વાયરલેસ સ્ણ્જ્ સિસ્ટમ દ્વારા પોલીસ સંચાર વ્યવસ્થા કેવી રીતે કાર્યરત રહે છે તેની સમજ અપાઈ હતી. મહિલા સુરક્ષા અંતર્ગત સાંત્વના કેન્દ્ર અને મહિલા સહાયતા કેન્દ્રની કામગીરી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
