સુખનું સંભારણું
- byDamanganga Times
- 30 April, 2026
કુન્દનિકા કાપડિયા કે જેમણે સુંદર, મેઘાવી સાહિત્યનું સર્જન સાથે છેવાડાના લોકો માટે જીવનપર્યંત રચનાત્મક કાર્યની નીવ દોરતાં રહ્નાં. આજે નંદિગ્રામ ઍક સુંદરતા ભરી સોહામણી ઇમારત સહુના સ્વાગત માટે સ્નેહથી ઊભી છે .
ઍક સર્જક હોવાની સાથે તેઓ ઊર્મિશીલ, અનુકંપા અને કરુણાથી છલોછલ અમીકુંભ ભર્યા ભર્યા ઋજુ હૃદયના અવ્વલ દરજ્જાના વ્યક્તિ હતાં. સ્ત્રીઓની સંવેદના સમજીને, સંવેદીને તેમણે સમાજમાં ક્રાંતિકારી મિશાલ ઊભી કરી છે. ઍમની કલમના પ્રભાવથી ખાસ્સો ઉહાપોહ તે સમયે સમાજના દરેક વર્ગોમાં થયો હતો. સ્ત્રીઓને લગતા પ્રશ્નો, ઉકેલ, સમજ માટે સાત પગલાં આકાશમાં વિશ્વમાં ઍક માઇલ સ્ટોન બની ગયું છે. કલમની વિચાર અને લેખન શક્તિમાં કેટલી પ્રચંડ તાકાત હોય છે, તે આ પુસ્તકે પ્રાયોગિક રીતે સાબિત કરી આપ્યું.
ઈશા - કુન્દનિકા સાથેની અનહદ રીતે સ્નેહ સૃષ્ટિમાં ભીંજાતી રહી. નંદિગ્રામમાં બેન સાથે અનુબંધ થયેલા જીવંત સબંધોમાં વહાલપ ભરી ઉષ્મા અનુભવાતી રહી.
મુજ પર અઢળક રે હો, ઢળ્યા..
સાચું કહું તો જીવન ઘડતર થતું રહ્નાં. જ્યારે પણ નંદિગ્રામ જઈઍ ત્યારે ઍ જ આવકાર અને વાત્સલ્યનો વરસાદ. ઍક નાજુકાઈ ભરી, સલુકાઈ ભરી આયમીયભરી નિસ્બત.
ઍવી તો અસંખ્ય વાતો છે કે, ઍને યાદ કરતાં તો આંખો ભીની થાય અને પછી ઍમ થાય કે, હવે બેન, ક્યાં જોવા મળે ? હીંચકે ઝૂલતાં ઈશા - કુન્દનિકા અને સાથે મધુર રણકતી ઘંટડી અને તેમાં ભળેલો ઍમની મૃદુ સ્વરધારા .જાણે કે ચંદ્રની શીતળ ચાંદની.
ઍક વાર ઈશા મા ઍ પૂછ્યું મને,આપણે પોષ સૂદ બીજનો ચંદ્ર જોઈશું. હું રોકાઈ ગઈ નંદિગ્રામ અને વહેલી સવારની આકાશી ચાંદનીમાં અમે નિરાંતે ખુરશી ઢાળી બેસી રહ્નાં.સાવ નિઃશબ્દ,નિરભ્ર આકાશ, ખીલીને ખરી રહેતાં પારિજાતની મહેંક. શું અદભૂત વાતાવરણ રહ્નાં ઍને કોઈ રીતે પણ વર્ણવી ન શકાય. હળવેથી પારિજાત ખરતાં રહ્નાં અને બેનની અસીમ જ્ઞાનની સ્પંદન ધારા વહેતી રહી. શાંત, સલિલ જળને નીરખતા રહો. પ્રકૃતિનો અફાટ વૈભવ બેનની સંગાથે માણ્યો.
શાંત રીતે અને વધુ શબ્દોના સથવારા વિના પણ જીવન સુંદર બની જતું હોય છે. પ્રગાઢ અંધારું અને સાવ ધીમે ધીમેથી ખીલતું અજવાળું મોહક તો ખરું જ પણ અમૂલ્ય હોય છે. ઍ પોષી અજવાળી સવારનું સૌંદર્ય, ખુલ્લા આકાશ નીચેનો સંગાથ અવિસ્મરણીય છે. જેને હું મારા જીવનની અમૂલ્ય ઉપલબ્ધિ માનું છું. આટલાં મોટા વિદ્વાન હોવાં છતાં પણ સરળ, સહજ નિરાભિમાની અને વિવેકી પણ ઍટલાં જ.
બેન સાથે જ્યારે પણ મુલાકાત થાય ત્યારે, સહજતાથી, આપોઆપ ઍમના ચરણોમાં વંદન થઈ જ જાય. બેન તરત જ મારા હાથ તેમના હાથમાં લઈને, શું વાંચો છો હાલ ? તરત જ જે પુસ્તકનું નામ અપાય કે તરત જ બેન વિગતવાર માહિતી આપે.ઍક વાર,સિદ્ધાર્થ પુસ્તકની વાત થઈ તો મજા પડી ગઈ .જર્મન સાહિત્યકાર હરમાન હેસની ઍવી સુંદર માહિતી આપી અને હું ધન્ય થઈ ગઈ. ઈશા કુન્દનિકાની વિશાળ વાંચન સૃષ્ટિ. જગતની પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓનું હાર્દ ઍમનાં હૈયે રહેતું. સિદ્ધાર્થ પુસ્તકના ત્રણ સિદ્ધાંત
હું રાહ જોઈ શકું છું .
હું વિચારી શકું છું .
હું ઉપવાસ પણ કરી શકું છું .
આ વિષયોનું ઊંડું રસદર્શનમાં તેમણે મને કરાવ્યું. જીવનને નદીનું રૂપક આપીને જીવનનું તત્વદર્શનનું ઊજળું સ્વરૂપ તેમણે તાદૃશ કરી આપ્યું. કેવું સુંદર જીવનપાથેય. ઇશા - કુન્દનિકાના વ્યક્તિત્વમાં અઢળક જ્ઞાનની બ્રહ્મપુત્રા નિરંતર વહેતી રહી. અહીં પ્રશ્ન છે કે, સામેના પાત્ર પાસે ઍ જ્ઞાન ગ્રહણ કરવાની પાત્રતા હોવી જરૂરી હતી. પુસ્તકો, વૃક્ષો, આકાશ ઍમના સૌથી પ્રિય સાથી રહ્નાં. તેમનું મેઘાવી અસ્તિત્વ સાથે સાથે સમાજને ઉપયોગી થવાની કરુણા ભરી અમીભરી નજરું હતી. વ્યક્તિ, સમાજને સતત આપતું રહેવું. જે તે વ્યક્તિનું આત્મસન્માન, ગૌરવ જળવાઈ ઍ રીતે તેઓ આપતાં રહેતાં. આ વિશેષ દૃષ્ટિ હોવાથી તેઓ ગ્રામ્ય કલ્યાણ માટે મથતાં રહ્નાં અને નિત્ય નવા નવા ગ્રામ સંરચના વિકાસના કાર્યો જરા યે થાક્યાં વિના કરતાં રહ્નાં. તેઓ ક્યારેય થાકીને કંટાળી જતાં હોય ઍવું મેં કદી અનુભવ્યું નહીં. વળી, હંમેશા નવું, નવું શીખવાનું જ હોય ઍવો ઍમનો અભિગમ પણ કાયમનો રહ્ના. નિત્ય વિકાસશીલ, સર્જનાત્મક વ્યક્તિત્વ ત્રિવેણી સંગમ રૂપે સુઘડતા, સ્વચ્છતા, શાલીનતા સદા મહેકતા રહ્નાં. જીવનના કોઈ પણ કામમાં બરછટતા કે શુષ્કતા નહીં. પ્રચંડ ઊર્જાનો નાયગ્રા ધોધ. જીવનની દરેક ગતિમાં પડકાર લેતું રહેવું, મક્કમતાથી અને શાંત ધૈર્યથી.
આજે ૩૦મી ઍપ્રિલ કુન્દનિકા બેન કાપડિયાનો દૈહિક વિદાય દિવસ . પ્રિય બેન, કેવી રીતે જવા દઈશું તમને ? અમારા સહુના અસ્તિત્વમાં તમે જીવંત રહીને વધુને વધુ સુંદર કઈ રીતે જીવન બનાવી શકાય ઍનું માર્ગદર્શન અમને આપી રહ્નાં છો. તમારી યાદોનું સંભારણું અમારા હૃદયમાં નિત્ય ધબકે છે. ઍ સંભારણું મારા જીવનનું અમૂલ્ય ઘરેણું છે. મારા અંતરના ઝરૂખે ઈશા કુન્દનિકાની યાદોના સંભારણા અજવાળું દેતાં સતત ઝૂલી રહ્નાં છે અને અનંત સંભારણાઓ છે.
