Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ શાકમાર્કેટમાં ધોળે દિવસે ચપ્પુની અણીઍ રૂ. ૩.૮૬ લાખની લૂટ

વલસાડ શાકમાર્કેટમાં ધોળે દિવસે ચપ્પુની અણીઍ રૂ. ૩.૮૬ લાખની લૂટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ શાકભાજી માર્કેટમાં વિશાલ કોમ્પ્લેક્સમાં રહેતી વૃદ્ધાના ઘરે  આજે બપોરે ૬૯ વર્ષીય  વૃદ્ધ  મહિલા અને તેની કામવાળીને ત્રણ અજાણ્યા લુંટારુઍ  ચપ્પુની અણીઍ બંધક બનાવી મારી નાંખવાની ધમકી આપી વૃદ્ધ ના કાનમાંથી  સોનાના દાગીના અને રોકડા રૂ. ૬૦૦૦૦ મળી કુલ ૩.૮૬ લાખની દિલધડક લૂંટ કરી પલકવારમાં ત્રણેય લૂંટારા ભાગી જવાની ઘટના બનતા શહેરમાં  ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક દોડી જઈ આજુબાજુ લગાવેલા સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું છે.

વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં વિશાલ કોમ્પલેક્ષના પહેલા માળે રંજનબેન પારેખ રહે છે. આજરોજ બપોરે ૧૨ઃ૩૦ કલાકે રંજનબેન પારેખના કામવાળી  નીતાબેન રાઠોડ દરવાજો ખુલ્લો રાખી પોતું મારતી હતી. તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો ઘરમાં ઘૂસી આવી કામવાળી નીતાબેનને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી જ્યારે વૃદ્ધ રંજનબેન બાથરૂમમાં ગયા હોય ત્યાં ઍક લૂંટારો ઉભો હતો. રંજનબેન પારેખે બાથરૂમમાં દરરોજ ખૂલતાની સાથે જ લૂંટારુ બાથરૂમમાં ભરાઈ રંજનબેન     મોઢું દબાવી અને કામવાળી નીતાબેન રાઠોડને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લૂંટારાઓઍ રંજનબેન પારેખઍ પહેરેલા કાનની બુટ્ટી, નાકની જળ, સોનાની ચેઈન અને સોનાનું પાણી ચઢાવેલી બંગડીઓ કઢાવી લીધી હતી. ઍટલું જ નહીં, પૂજા રૂમમાંથી રોકડા ૬૦,૦૦૦ અને ભગવાનની ચાંદીની મૂર્તિઓની લૂંટ કરતા આ લૂંટારોનો કામવાળીઍ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારાઓઍ તેને ડાબા હાથની આંગળીમાં ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. 

ત્યારબાદ લૂંટારાઓઍ વૃદ્ધા અને કામવાળીના હાથ-પગ ઓઢણી અને ટુવાલના કટકાથી બાંધી દઈ બાથરૂમમાં પુરી દીધા હતાં અને લૂંટ ચલાવી ભાગી છૂટવાની ઘટના બનતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લૂંટની ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ સીટી પોલીસ  મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રંજનબેન પારેખે ૨૫થી ૩૫ વર્ષીય  અજાણ્યા લૂંટારો વિરુદ્ધ ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોîધી આજુબાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરી લૂંટ ચલાવનારા ત્રણેય લૂંટારો અને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.