Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કોંગ્રેસને ચાર બેઠકોનો ફાયદો પણ પહેલા ૯ વોર્ડમાં ખાતુ પણ ન ખુલ્યું

કોંગ્રેસને ચાર બેઠકોનો ફાયદો પણ પહેલા ૯ વોર્ડમાં ખાતુ પણ ન ખુલ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૮ ઃ વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે પાછલી ચૂંટણીઓ કરતા નોંધપાત્ર સારો સારો દેખાવ કર્યો છે. ગત પાલિકાની ચૂંટણી કરતા આ વેળા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ચાર બેઠકનો ફાયદો થયો છે. આ ચૂંટણીમાં શરૂઆતથી જ કોંગ્રેસે ભારે સતર્કતા દાખવી ૫૨ સીટ પૈકી ૫૧ સીટ ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા ઍટલું જ નહીં ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે પણ કોંગ્રેસના ઍક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી ખેંચી ન હોતી અને આ ચૂંટણી જમવા નોંધપાત્ર લડત આપી હતી. વાપી શહેર કોંગ્રેસ  પ્રમુખ મહેશ સેવંતીલાલ શાહ અને કોગ્રેસના સાથી નેતાઓ દ્વારા આ વખતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૦ અને ૧૧ માં ઘડેલી રણનીતિનું ધર્યું પરિણામ મળ્યું છે. આ બે વોર્ડની ૮ માંથી ૭ બેઠક  અંકે કરી હતી અને વોર્ડ નંબર ૧૩ માં ૪ બેઠક જીતી હતી. આમ આ વેળાની ચૂંટણીમાં કોંગ્રેસનો જનાધાર વધેલો જણાયો છે. કોગ્રેસ પ્રમુખે પોતાના ઉમેદવારો વિરોધ પક્ષની સક્ષમ ભૂમિકા મહાનગર પાલિકામાં ભજવશે અને લોકોના કાર્યો કરશે તેવું જણાવ્યું હતું.

વાપી મહાનગરપાલિકાની યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ૧૩ વોર્ડ પૈકીના ઍકથી નવ વોર્ડ સુધીની મતગણતરી દરમિયાન નવે નવ વોર્ડમાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતાં અને કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું પરંતુ વોર્ડ નંબર ૧૦ માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી અને વોર્ડ નંબર ૧૧ માં કોંગ્રેસની ત્રણ અને ભાજપની ઍક બેઠક પર વિજય થયો હતો ત્યારબાદ વોર્ડ નંબર ૧૩માં ચારે ચાર કોંગ્રેસના ઉમેદવાર વિજય થતા વાપી મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૧ સુધી પહોંચ્યું છે.