Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ઍક ડઝને ડિપોઝીટ ગુમાવી

ઍક ડઝને ડિપોઝીટ ગુમાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વાપી, તા. ૨૮ ઃ મહાનગરપાલિકાની ચૂંટણીના આજરોજ જાહેર થયેલા પરિણામોમાં કુલ ૧૩ વોર્ડ ર્ની ૫૨ બેઠક પૈકી ઍક બિનહરીફ થઈ ચૂકી હોય ૫૧ બેઠક માટે ૧૨૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગના પરિણામમાં ઍક ડઝન જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. વાપી મહાનગરપાલિક ચૂંટણીના જાહેર થયેલા પરિણામો માં ભાજપ ૩૭ બેઠકો સાથે ભગો લહેરાવ્યો જ્યારે કોંગ્રેસ ૧૧ બેઠક ઉપર વિજેતા બની હતી. અપક્ષના ફાળે ચાર બેઠક મળી હતી. બીજી તરફ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ના કુલ સાત જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી જ્યારે અપક્ષ અને કોંગ્રેસના મળી કુલ ૧૨ જેટલા ઉમેદવાર હોય ડિપોઝિટ ગુમાવી પડી હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો હતો. આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો હતો. તો વોર્ડ નંબર ૧૨માં અપક્ષ ઉમેદવારની પેનલે ચારે ચાર બેઠક કબજે કરી હતી.