વાપી મનપાના પ્રથમ મેયરનું માન કોને મળશે?
- byDamanganga Times
- 29 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી મહાનગરપાલિકાની ઓબીસી બેઠક પરથી ચૂંટાયેલી પાંચ મહિલાઓમાંથી મેયર પદે બિરાજમાન થશે પરંતુ ભાજપ પ્રદેશ સંગઠન અને સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સ્થાનિક ધારાસભ્ય અને નાણામંત્રી દ્વારા શિક્ષિત અને પાલિકાનું શાસન પારદર્શક રીતે ચલાવે તેવા ઓબીસી મહિલા ઉમેદવારને મેયર પદે બેસાડ છે. વાપી મહાનગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે ઓબીસી મહિલા માટે અનામત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ છે આજે જાહેર થયેલા પરિણામમાં વોર્ડ નંબર ૧ ૪ ,૫, ૬ અને ૮ માંથી ભાજપના ઉમેદવાર હવે મેયરપદ તરીકે બીરાજમાન થશે. વાપી મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપને સંપૂર્ણ બહુમત મળી છે અને હવે અગામી દિવસોમાં મેયરપદ માટે ભાજપના ઓબીસી મહિલા ઉમેદવાર વિજેતા થયા છે જેમાં વોર્ડ નંબર ઍકમાંથી ઉન્નતિ પટેલ વોર્ડ નંબર ચારમાંથી દક્ષાબેન પટેલ વોર્ડ નંબર પાંચ માંથી ઉષાબેન વોર્ડ નંબર છમાંથી મિત્તલ નંદાણીયા અને વોર્ડ નંબર આઠમાંથી પ્રિયંકા કહર વિજેતા બની છે. જોકે ભાજપ મોવડી મંડળ દ્વારા આ પાંચ મહિલાઓ માંથી પસંદગી કરી મેયર પદે બિરાજમાન થશે.
