Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગણદેવીમાં ભાજપનો ભવ્ય વિજય : પાલિકામાં ક્લીન સ્વીપ અને તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો

ગણદેવીમાં ભાજપનો ભવ્ય વિજય : પાલિકામાં ક્લીન સ્વીપ અને તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૮ ઃ ગણદેવી તાલુકા,ગણદેવી નગરપાલિકા અને તાલુકા સમાવિષ્ટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬માં ભારતીય જનતા પાર્ટીઍ ચૂંટણી પહેલા જ અડધોઅડધ બેઠકો પર બિનહરીફ જીત મેળવી મજબૂત પક્કડ જમાવી દીધી હતી.ગણદેવી તાલુકા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી કેસરીયો લહેરાવ્યો હતો.જેમાં અજરાઈ બેઠક પરથી સંગીતાબેન આશિષકુમાર દેસાઈ, ભાઠા બેઠક પરથી હીનાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ, બીગરી -૧ બેઠક પરથી સીમાબેન સુરેશભાઈ ટંડેલ, બિગરી -૨ બેઠક પરથી મહેશકુમાર રમણલાલ પટેલ , દેવસર -૧ બેઠક પરથી જીજ્ઞાબેન અલ્પેશકુમાર નાયકા, દેવસર -૨ બેઠક પરથી પુષ્પાબેન સુરેશભાઈ પટેલ, ધકવાડા બેઠક પરથી ભરતકુમાર જગુભાઈ પટેલ, માસા બેઠક પરથી જયશ્રી બહેન ભાવેશકુમાર પટેલ, મેંધર બેઠક પરથી મહેશભાઈ ખાપાભાઇ હળપતિ, સરીબુજરંગ-૧ બેઠક પરથી વિભૂતિબેન ભરતકુમાર હળપતિ, સરીબુજરંગ-૨ બેઠક પરથી અરુણા બહેન વિમલકુમાર પટેલ, વાઘરેચ બેઠક પરથી જીનલબેન સુરેશભાઈ તલાવિયા બિનહરીફ ઉમેદવારો જાહેર થયા હતા.જેને લઈ ગણદેવી તાલુકા પંચાયતની ૧૨ અને નગરપાલિકાની ૦૨ બેઠકો પર જ ચૂંટણી યોજાઈ હતી.

રવિવારે ગણદેવી સર સી જે ન્યૂ હાઈસ્કૂલમાં વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે -થમ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી,ત્યારબાદ ઈવીઍમ મશીન ની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અમલસાડ બેઠક પરથી ભાજપના સંગીતાબેન અરવિંદભાઈ  નાયકા (૨૬૩૬), કોંગ્રેસના કૌશિકાબેન વિજયભાઈ હળપતિ (૭૫૩), અંભેટા બેઠક પરથી ભાજપના દિવ્યા ઉત્કર્ષ કુમાર પટેલ (૩૦૭૮), કોંગ્રેસના પ્રવિણાબેન કપિલભાઈ પટેલ (૧૩૭૩), ધમડાછા બેઠક પરથી ભાજપના પ્રિયંકા કુમારી ધવલ પટેલ(૨૪૨૨), આપ પાર્ટીના જાગૃતીબેન અર્જુનભાઈ હળપતિ(૬૭૦),ધનોરી બેઠક પરથી ભાજપના મનોજકુમાર રમેશચંદ્ર પટેલ(૩૭૪૭), કોંગ્રેસના ચેતનભાઇ નંદુભાઈ હળપતિ(૯૯૩),ઍંધલ બેઠક પરથી કોંગ્રેસના મગનભાઈ જગુભાઈ તલાવિયા(૧૦૫૪), ભાજપના હિતેશભાઈ ભીખુભાઈ હળપતિ(૩૦૯૫), ગણદેવા બેઠક પરથી કોંગ્રેસના ભગવાનજી નારણજી રાઠોડ(૮૨૦), ભાજપના સતિષચંદ્ર જશવંતભાઈ કટારીયા(૨૦૩૪) અને આપ પાર્ટીના નિમેષકુમાર ખંડુભાઈ બારોટ(૧૨૮૦), કછોલી બેઠક પરથી આપ પાર્ટીના શૈલેષભાઈ કિશોરભાઈ સોલંકી(૩૪૩), કોંગ્રેસના કેતનકુમાર ભીમભાઇ દેસાઈ(૭૮૭) અને ભાજપના પાર્થિવભાઈ અમરતભાઈ નાયક(૨૪૦૮),  મટવાડ બેઠક પરથી કોંગ્રેસના રિયાબેન વિજયભાઈ હળપતિ(૧૦૭૧), ભાજપના પ્રિયા ચંદુભાઈ નાયકા(૨૩૪૯) અને આપ પાર્ટીના કાજલબેન રાકેશભાઈ હળપતિ(૨૭૭), સાલેજ બેઠક પરથી આપ પાર્ટીના કિરણભાઈ છગનભાઈ તલાવિયા(૧૭૫), ભાજપના પ્રતિકકુમાર ધનસુખભાઈ પટેલ(૩૦૧૬) અને કોંગ્રેસના વિજયભાઈ ઈશ્વરભાઈ રાઠોડ(૪૬૪), તલોધ બેઠક પરથી કોંગ્રેસના સુરેશભાઈ છગનભાઈ રાઠોડ(૬૮૭)અને ભાજપના વિપુલકુમાર જયેશકુમાર પટેલ(૨૩૨૭), ઊંડાચ વા. ફ. બેઠક પરથી અપક્ષ ના સેજલકુમાર હરીશભાઈ પટેલ(૨૩૪૮)અને ભાજપના વિનોદભાઈ જીવણભાઈ પટેલ(૧૯૧૧), વેગામ બેઠક પરથી કોંગ્રેસના જયેશકુમાર મનુભાઈ આહીર (૮૦૮), અપક્ષના દીપકકુમાર વિનોદભાઈ પટેલ(૧૨૬૫), ભાજપના મિરવ ચેતનકુમાર નાયક(૨૭૦૧)અને આપ પાર્ટીના રીકી કુમાર સંજયભાઈ દવે(૭૫) ઍ મતો મેળવ્યા હતા.ગણદેવી તાલુકા પંચાયત બેઠક પરથી ઍકમાત્ર ઊંડાચ વા. ફ.બેઠક પરથી અપક્ષના ઉમેદવાર સેજલ પટેલે જીત નોંધાવી હતી.બાકી તમામ બેઠક પરથી ભાજપના ઉમેદવારોઍ વિજય નોંધાવ્યો હતો. તેવી જ રીતે ગણદેવી નગરપાલિકાની ૨૪ માંથી ૨૨ બેઠકો પહેલેથી જ બિનહરીફ થતા ભાજપને ફાળે ગઈ હતી.ગણદેવી નગરપાલિકા ના વોર્ડ નં ૧ માંથી અપક્ષના જયેશભાઈ હરજીવનદાસ ઢીમર (૩૯૭) અને ભાજપના રાજેશકુમાર ઈશ્વરલાલ પટેલ (૧૦૫૮), વોર્ડ નં.૪ માંથી અપક્ષના ઉમેદવાર જયેશભાઈ હરજીવનદાસ ઢીમર (૬૦૦) અને અને ભાજપના નિલેશકુમાર હરીશભાઈ શર્મા (૮૫૯) મત પ્રા કર્યા હતા.વિજય ઉમેદવારોઍ ઍકમેકને મોં મીઠું કરાવી અને આતશબાજી સાથે ડીજે ના તાલે  વિજય રેલી યોજી હતી. વિકાસનો વિજય થયો છે. તેવા સૂત્રોચ્ચાર સાથે વિજેતા ઉમેદવારોઍ મતદારોનો આભાર માન્યો હતો.