Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડી પાલિકા દ્વારા ૮૭ ટકાથી વધુ વેરો વસુલાયો

પારડી પાલિકા દ્વારા ૮૭ ટકાથી વધુ વેરો વસુલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૮ ઃ પારડી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા ઉનાળાની ગરમી વચ્ચે વેરા નહિ ભરનારા નાગરિકોના ઘરે જઈને ડોર ટૂ ડોર વસુલાત કરવામાં આવી રહી હતી પાલિકાની ટીમ ઍ સખત મહેનત કરતા વસુલાત ૮૭ ટકા ઉપર પહોંચી ગઈ છે. સો ટકા વસૂલાતનો ટાર્ગેટ હતો. છતાં પણ નગરપાલિકાની ટીમે સારો ઍવો આંકડો ઉભો કર્યો છે અને ૮૭ ટકા સુધી વસૂલાતો પહોંચી છે. પાલિકાના વેરા વિભાગ દ્વારા લાંબા સમયથી પાણી વેરા ઘર વેરા લાઈટ વેરા જેવા વિવિધ ટેક્સની વસુલાત કરવામાં આવી રહી છે. જાન્યુઆરી માસમાં જ્યારે વેરા વસુલાત ૫૦ ટકા ઓછી હતી ત્યારે હવે માર્ચ ઍન્ડ આવી રહ્નાં છે ત્યારે વસુલાત ૮૭ ટકા ઉપર પહોંચી ગઈ છે જે નગરપાલિકાના દરેક વિભાગના કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. પ્રમુખ કારોબારી અધ્યક્ષ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સાથે દરેક કર્મચારીના માર્ગદર્શન અને ઍમની પ્રેરણાનું પરિણામ છે અને નાગરિકોના સાથ સહકાર થકી વસુલાત વિશાળ આંકડામાં પરિવર્તિત થઈ છે. નાગરિકો પણ સ્વયંભૂ વેરા ભરી જતા હોય છે કેટલાક નાગરિકો નહીં આવતા પાલિકાના કર્મચારીઓઍ ઍમના ઘરે જઈને વસુલાત કરવી પડે છે છતાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને વસુલાત સન્માન જનક આંકડામાં પહોંચી ગઈ છે. રૂપિયા ત્રણ કરોડ ઉપર પાલિકાની વસૂલાત થઈ છે અને સન્માન જનક વસુલાત થતાં હવે નગરપાલિકાને ચોક્કસપણે વિકાસના કામો માટે સરકાર દ્વારા વધુ ગ્રાન્ટો ફાળવવામાં આવશે.