પારડીનું સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
- byDamanganga Times
- 29 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી નગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન જે રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલાં બનાવ્યો હતો. આ ગાર્ડનનો ઉપયોગ તાજેતરમાં વિશાળ સંખ્યામાં પારડીવાસીઓ કરી રહ્ના છે. ગાર્ડન અંગેનો પ્રોજેક્ટ સરકારનો સફળ થયો છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનનું ઉદ્ઘાટન પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. ગાર્ડનના ઉદ્ઘાટન બાદ વિશાળ સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો ગાર્ડનમાં આવી રહ્નાં છે અને પારડીમાં પર્યટન ક્ષેત્રે ઍક વિશાળ હબ ઊભું થયું છે. જે ગાર્ડનના રૂપે ઉભરીને સામે આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ગાર્ડન હવે ખરા અર્થમાં પારડીની જનતાને કામ આવી રહ્નાં છે. ગાર્ડનમાં સુંદર બેઠક વ્યવસ્થા સાથે વિશાળ વિસ્તાર છે અને લોહપુરુષ વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે પારડી નગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજના ગાર્ડન શરૂ થાય છે ત્યારથી જ મોટી ભીડ દરેક સમાજના લોકોની હોય છે.
