Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ચીખલી તા. પં.ની ૨૩માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપનો ભગવો

ચીખલી તા. પં.ની ૨૩માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપનો ભગવો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૮ ઃ આજરોજ સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર તથા ચીખલી તાલુકા પંચાયતની ૨૮ બેઠકોમાંથી પાંચ બેઠકો પહેલેથી જ બિનહરીફ થઈ હતી અને ૨૩ બેઠકો ઉપર ચૂંટણી થતાં આજરોજ મત ગણતરી દરમિયાન ૨૦ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર કરાયા હતા જોકે વારાફરતી ચીખલી તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જ વિજેતા બનતા  કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્ના હતો અને વિજેતા ઉમેદવારનું ડીજે સાથે વિજય સરઘસ કાઢી ઉત્સાહ મનાવ્યો હતો.