કપરાડામાં ૫ માંથી ૪ ભાજપ અને ૧ બેઠક પર કોગ્રેસની જીત
- byDamanganga Times
- 29 April, 2026
કપરાડા, તા.૨૮ ઃ કપરાડા તાલુકા માં અરુણોદય વિદ્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતી હાથ ધરવામાં આવી હતી. જેમાં કપરાડા તાલુકાની જિલ્લા પંચાયતની ૫ બેઠકોનું જાહેર કરવા માં આવ્યું હતું. જેમાં ૫ માંથી ૪ બેઠકો પર ભાજપ ના ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી અને માત્ર ૧ બેઠક પર કોંગ્રેસ નો વિજય થયો હતો જેમાં (૧) ૨ - આંસલોણા બેઠક પર ભાજપ ના ઉમેદવાર સીતારામભાઈ માહદુભાઈ ચૌધરીના ૫૦૭ મતથી વિજય થયા હતા. (૨) ૩૫ - વડોલી જી. પં. બેઠક ના ભાજપના ઉમેદવાર રેણુકાબેન દિપકભાઈ ઉદાર ૨૭૧૩ મતો થી વિજેતા થયા હતા.(૩) ૨૯ - શિલ્ધા જી. પં બેઠક પર જશોદાબેન કિરણભાઈ જાદવ ૧૧૩ મત થી જીત મેળવી હતી. (૪) ૧૯ - મેઘવાળ બેઠકના ઉમેદવાર ભગવાનભાઈ બાતરી ૩૬૬ મતથી વિજેતા થયા હતા અને (૫) ૧૩- કપરાડા જી. પં બેઠક ના ઉમેદવાર દક્ષાબેન ચેંદરભાઈ ગાયકવાડ ૨૬૫૧ મતો થી ભવ્ય જીત થતા કપરાડામાં ભાજપનોની ભવ્ય જીત થતા વિજયોત્સવ મનાવ્યો હતો.
