પારડીમાં હાઈવે સર્વિસ રોડના સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા દોરાયા
- byDamanganga Times
- 29 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી ઓડોટોરિયમ હોલ પાસે નેશનલ હાઈવે નં.૪૮ પર હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા સર્વિસ રોડના સ્પીડ બ્રેકર લાંબા સમયથી અકસ્માતનું કારણ બની રહ્ના હતાં. પારડી ઓડિટોરિયમ પાસે હાઇવે સર્વિસ રોડના સ્પીડ બ્રેકર પર હાઇવે તંત્રે પાટા ન દોરતા, આખરે પાલિકાઍ સફેદ પટ્ટા માર્યા હતાં. આ સ્પીડ બ્રેકર પર સફેદ રંગના ચિહ્નો ન હોવાને કારણે વાહનચાલકોને સમયસર અંદાજ આવતો ન હતો. જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી હતી. આ સમસ્યાને ધ્યાનમાં લઈ ઍક જાગૃત નાગરિક દ્વારા પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકાને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પાલિકા ઍ હાઇવે તંત્ર ને રજુઆત કરવા છતાંયે હાઇવે ઓથોરિટી રજુઆતને ધ્યાને ન દોરતા આખરે પ્રમુખ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પાલિકાના કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા દ્વારા પારડી શહેરના સર્વિસ રોડ પર આવેલા તમામ સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેને લઇ અકસ્માતોમાં ઘટાડો થશે. જેને લઇ આ કામગીરો અને સ્થાનિકોઍ રાહત અનુભવી હતી.
