Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાયનો ૩૦ ઍપ્રિલથી પ્રારંભ

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાયનો ૩૦ ઍપ્રિલથી પ્રારંભ


ધરમપુર, તા.૨૮ ઃ ભારતભરના ૧૨૫ થી વધુ કેન્દ્રો પર લાખો  વિદ્યાર્થીઓને રાહત દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રીનું વીસ વર્ષથી વિતરણ કરવામાં  ધરમપુર મોહનગઢ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન કાર્યરત છે. 

શિક્ષણ ઍ કેવળ અક્ષરજ્ઞાન નથી, પરંતુ માનવતાના ઉત્થાનનો માર્ગ છે; આ ઉમદા વિચાર સાથે પૂજ્ય ગુરૂદેવ રાકેશજીની પ્રેરણાથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર છેલ્લા ૨૦ વર્ષથી શાળા, કોલેજ વિ.ના લાખો શિક્ષા પ્રેમીઓના જીવનમાં વિદ્યાનો પ્રકાશ ફેલાવી રહ્ના છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો સરળતાથી રાહતદરે ઉપલબ્ધ કરે છે. આગામી ૩૦મી ઍપ્રિલથી ધરમપુર, ખેરગામ, નવસારી વલસાડ તાપી જિલ્લામાં ૪૯ કેન્દ્ર થી વિતરણ શુભારંભ થશે. અદ્યતન ડિઝાઇનના મજબૂત સ્કૂલ બેગ, શ્રેષ્ઠ પેપર ક્વોલિટી ધરાવતી નોટબૂક્સ અનેઅન્ય સામગ્રી બજારભાવ કરતાં આશરે પાત્રીસ ટકા ઓછા દરે પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ લેવા સંસ્થા સેવક હિરેન શાહ જણાવે છે.