વાંસદા તા. પં. પર ભાજપનો ઝંડો લહેરાયો
- byDamanganga Times
- 29 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા.૨૮ ઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં વાંસદા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીઍ જોરદાર પ્રદર્શન સાથે બહુમતી હાંસલ કરી સત્તા કબ્જે કરી છે. કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૬ બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૧૨ બેઠકો મળતા સંતોષ માનવો પડ્યો છે.
જિલ્લા પંચાયતની ૭ બેઠકોના પરિણામોમાં પણ ભાજપ આગળ રહ્નાં છે. ભાજપે ૪ બેઠકો પોતાના ખાતામાં નોંધાવી છે, જ્યારે કોંગ્રેસને ૩ બેઠકો મળતા મર્યાદિત સફળતા મળી છે.
ચૂંટણી દરમિયાન બંને પક્ષો વચ્ચે તીવ્ર અને રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. પરિણામોના દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેની ટક્કર રહી, પરંતુ અંતે ભાજપે બહુમતી મેળવી સત્તા પર પોતાનો કબ્જો મજબૂત બનાવ્યો છે.
આ જીત પાછળ વલસાડ-ડાંગના લોકપ્રિય નેતા અને સાંસદશ્રી ધવલભાઈ પટેલના નેતૃત્વને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્નાં છે. તેમના માર્ગદર્શન હેઠળ ભાજપે ૧૬ બેઠકો જીતતા તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે. આ વિજયને કાર્યકરોઍ ધવલભાઈ પટેલના જન્મદિવસની અનોખી ભેટ તરીકે પણ ઉજવી હતી.
પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ડી.જે.ના તાલે ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી, જેમાં સાંસદ ધવલભાઈ પટેલ પોતે હાજર રહી કાર્યકરો અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા, જ્યાં લોકો ઝૂમી ઉઠ્યા અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી.
આ અવસરે સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઙ્કઆ જીત માત્ર સ્થાનિક ચૂંટણીની નથી, પરંતુ લોકોનો ભાજપ પર વધતો વિશ્વાસ અને ભરોસાનો પ્રતિબિંબ છે. આવનારી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વિશ્વાસ યથાવત રહેશે અને ભાજપ વધુ બહુમતી સાથે જીત હાંસલ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યકરોની મહેનત અને જનતાનો આશીર્વાદ પાર્ટીને સતત આગળ વધારશે.
આ પરિણામોને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્ના છે. ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસે ટક્કર આપી હોવા છતાં સત્તાથી વંચિત રહેવું પડ્યું છે.
