પારડીમાં જાહેર માર્ગો પર રખડતાં ઢોરોનો અડ્ડો
- byDamanganga Times
- 29 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી સહિત તાલુકાના ગામડાઓમાં આવેલા જાહેર માર્ગોમાં રખડતા ઢોર ગમે તેમ બેસી રહેતા અકસ્માતો સર્જાઈ રહ્ના છે. ખાસ કરીને રાત્રી અને દરમિયાન અચાનક ઢોર આવી જતાં સર્જાઈ રહેલા અકસ્માતમાં સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત જ બની રહ્ના છે. રખડતા ઢોરને પાંજરાપોળમાં જવાબદાર વહીવટી તંત્ર દ્વારા મોકલવામાં આવે જેથી જાહેર માર્ગો ખુલ્લા થાય અને અકસ્માત થતા અટકે ઍ ખૂબ જ જરૂરી બની ગયું છે.
