Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ખેરગામ તાલુકા પંચાયતમાં સતત ત્રીજી વખત કમળનું શાસન

ખેરગામ તાલુકા પંચાયતમાં સતત ત્રીજી વખત કમળનું શાસન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા.૨૮ ઃ ખેરગામ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ ત્રીજી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ જેમાં સમગ્ર તાલુકામાં કમળ છવાઈ ગયું. કમળે ગત ચૂંટણી કરતા લગભગ ૨૦ ટકા વધુ મતદાન થતાં દૈદિપ્યમાન વિજય હાંસલ કર્યો હતો. ચૂંટણીનું પરિણામમાં સૌથી વધુ ૨૦૦૫ મત નાન્ધઈ બેઠકે પૂર્વેશ ખાન્ડાવાળાને મળ્યા છે  જે ઍક માત્ર અનુભવી સતત ત્રીજી વખત તા. પંચાયતમાં હોદ્દો ધરાવશે.  ચૂંટાયેલી અમુક નારીઓ  રાજકારણમાં ખાસ સક્રિય નથી છતાં કમળના લીધે જીત હાંસલ કર્યાનું ચર્ચાય છે. 

ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી  નરેશભાઈ પટેલે ખેરગામ તાલુકામાં સતત દેખરેખ રાખી ભવ્ય વિજય કંડાર્યો છે. જેથી તાલુકા સેવા સદન ખાતે પરિણામ જાહેર થયા બાદ તેઓઍ સૌ વિજેતાઓને કાર્યકર્તાઓને કમળને ભવ્ય રીતે ખીલવવા માટે અભિનંદન આપ્યા હતા હવે તાલુકાને વિકાસમાં અગ્રેસર કરવામાં આવશે ની પ્રજા આશા સેવે છે.