Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ તાલુકાની તમામ જી.પં. બેઠકો ભાજપના ફાળે

વલસાડ તાલુકાની તમામ જી.પં. બેઠકો ભાજપના ફાળે


વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લા પંચાયતની અટગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન હરેશભાઇ પટેલ  અને ભાજપમાંથી હેમલતાબેન અશોકભાઈ પટેલ વચ્ચે ભારે ચૂંટણી જંગ રમ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલને ૯,૧૧૪ મત મળ્યા તો ભાજપના ઉમેદવાર હેમલતાબેન અશોકભાઈ પટેલને ૧૦,૫૦૩ મત મળ્યા  જ્યારે આપ  પાર્ટીમાંથી તારાબેન સતિષભાઈ નાયકાને ૧૫૯૭ મત મળ્યા  તેમજ નોટા માં ૩૬૬ મત પડ્યા હતા. અટગામ બેઠક પર ભાજપે ઉમેદવાર હેમલત્તાબેન અશોકભાઈ પટેલ ૧૩૮૯ મતોથી વિજેતા બન્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની વાંકલ બેઠક પર ભાજપમાંથી જીજ્ઞાબેન ભુપેન્દ્રભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી કૌશિકાબેન રાકેશ પટેલ ઍ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં જીજ્ઞાબેન પટેલને ૯૭૪૬ મત મળ્યા જ્યારે કૌશિકાબેન ને ૫,૭૨૪ મત મળ્યા હતા મોટામાં ૨૭૯ મત મળ્યા હતા. આમ ભાજપી મહિલા ઉમેદવાર જીજ્ઞાબેન ૪૦ ૨૨ મતોથી વિજેતા બન્યા છે. વલસાડ જિલ્લા પંચાયતને પારડી સાંઢપોર  બેઠક પર ભાજપમાંથી સ્નેહલ દિલીપભાઈ પટેલ   જ્યારે આ પાર્ટીમાંથી અંકિત કાંતિલાલ પટેલ ઉમેદવારી નોંધાવી હતી. જોકે અગાઉ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિરીઝ પટેલે ઉમેદવારી પત્ર ખેંચી લીધું હતું. પારડી સાંઢપોર  બેઠક પર ભાજપે ઉમેદવાર સ્નેહલ પટેલ ને ૧૫,૬૯૬ મે તો મળ્યા જ્યારે આ પાર્ટીના ઉમેદવાર અંકિત પટેલને ૨,૫૬૩ મતો મળતા ભાજપી ઉમેદવાર સ્નેહલ પટેલ ૧૩,૧૩૩ મતોથી વિજેતા બન્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની પારનેરા બેઠક પર ભાજપમાંથી જય મુકુંદ ત્રિવેદી કોંગ્રેસમાંથી પ્રકાશ મોહન પટેલ ઍ ઉમેદવારી નોંધાવી હતી. જય ત્રિવેદીને ૧૦,૧૬૭ મત તો મળ્યા જ્યારે પ્રકાશ પટેલને ૩૨૯૦ મતો મળતા ભાજપી ઉમેદવાર જય ત્રિવેદી ૬૮૭૭ મતથી વિજેતા બન્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની ડુંગરી બેઠક માં ભાજપમાંથી પ્રીતિબેન અષિતભાઈ દેસાઈ  દીબેન ગોહિલ અને પ્રણામી બેન જગદીશભાઈ પટેલ  તે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપી ઉમેદવાર પ્રીતિબેન દેસાઈને ૧૩૯૮૨ મત જ્યારે પ્રણામી બેનને ૧૮૪૭ રમતો મળતા  ૧૨,૧૩૫ મતો થી વિજેતા બન્યા છે. વલસાડ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપમાંથી મનીષ ખંડુભાઈ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી નિર્મલ રાજેશ પટેલ ઍ ઉમેદવારી નોંધાવી હતી ભાજપના મનીષ પટેલ ૧૨,૧૭૧ મતથી વિજેતા બન્યા હતા. જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી આવતા જિલ્લા ભાજપ સંગઠન તાલુકા સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા ગ્રામજનોઍ ફટાકડા ફોડી ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા.