દમણગંગા ટાઈમ્સનું વાપી મનપાના પરિણામ અંગે આંકલન સાચું પાડ્યું
- byDamanganga Times
- 29 April, 2026
મુકુન્દ સોની દ્વારા
વાપી, તા.૨૮ ઃ વાપી મહાનગરપાલિકાની ૫૧ બેઠકની ચૂંટણીના પરિણામ જાહેર થવાના દિવસે દમણ ગંગા ટાઈમ છે. ભાજપ અને કોંગ્રેસ તથા અપક્ષ કેટલી બેઠક જીતશે અને કયા વોર્ડમાં જીતશે તે અંગે આંકલન કરતો ઍક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે ઍકંદરે સટિક સાબિત થયો છે. વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી અંગે સ્થાનિક અખબાર દમણગંગા ટાઇમ્સઍ ચૂંટણી ચકરાવાના માધ્યમથી વિવિધ વોર્ડની સમસ્યા અને કાર્યો અંગે પ્રકાશ પાડવા સાથે વોર્ડના મતદારોનો મિજાજ પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો. આ સાથેજ આજે ચૂંટણીના જાહેર થવાના પરિણામ અંગે પણ ઍક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ભાજપને ૩૫ થી ૩૭ બેઠક અને કોગ્રેસને ૧૨ થી ૧૫ બેઠક ઉપર જીત મળશે તેવું અનુમાન લગાવ્યું હતું. જેમાં અપક્ષ ઉમેદવારો વોર્ડ ૧૨ માંથી જીતશે તે અંગે કરેલું આંકલન ઍકંદરે સાચું સાબિત થયું છે. આમ મતદારોનો મિજાજ પારખવામાં ફરી ઍક વખત દમણગંગા ટાઇમ્સ અગ્રેસર સાબિત થયું છે.
