Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દાનહમાં હીટ વેવને લઈ પ્રશાસન સતર્ક

દાનહમાં હીટ વેવને લઈ પ્રશાસન સતર્ક


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા.૨૮ ઃ વધતા તાપમાન અને સતત પડી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને શ્રમ અને રોજગાર વિભાગે મજૂરોની સુરક્ષા માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬ અંતર્ગત જાહેર કરાયેલ આ સૂચનાઓમાં ઉદ્યોગો, સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે.

માર્ગદર્શિકા મુજબ બપોરે ૧૨થી ૩ વાગ્યા દરમિયાન ભારે કામકાજ ટાળવા સૂચના આપવામાં આવી છે. તમામ કાર્યસ્થળોઍ સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને મજૂરોને સમયાંતરે પાણી પીવા પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું છે. 

સાથે જ ઓઆરઍસ અને ઇલેક્ટ્રોલાઇટ્સના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવાનું જણાવ્યું છે.

પ્રશાસને કાર્યસ્થળોઍ છાંયડો ધરાવતા આરામ સ્થળો ઉપલબ્ધ કરાવવા અને બહાર કામ કરતા મજૂરોને નિયમિત વિરામ આપવાનો ભાર મૂક્યો છે। સીધી ધૂપથી બચવા માટે ટોપી અથવા કપડાનો ઉપયોગ કરવા અને હળવા રંગના કોટન કપડા પહેરવાની સલાહ આપવામાં આવી છે.

હેલ્થ મોનિટરિંગ હેઠળ ચક્કર આવવું, વધુ પરસેવો આવવો અને નબળાઈ કે બેભાન થવાના લક્ષણો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. આવા લક્ષણો જણાય તો તરત પ્રાથમિક સારવાર અને તબીબી મદદ આપવાની હિદાયત આપવામાં આવી છે.