Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુર તા.પં. પર ભાજપનો ૧૩ બેઠકો સાથે કબ્જા : કોîગ્રેસને ૧૦

ધરમપુર તા.પં. પર ભાજપનો ૧૩ બેઠકો સાથે કબ્જા : કોîગ્રેસને ૧૦


ધરમપુર, તા.૨૮ ઃ ધરમપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે રાજકીય રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં અંતે ભાજપે ફરી  ભગવો લહેરાવતા. ભારતીય જનતા પાર્ટી તેમજ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ધરમપુર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપના ફાળે ૧૩ બેઠકો જ્યારે કોંગ્રેસને ૧૦ અને ૧ બેઠક અપક્ષના ખાતામાં ગઈ હતી જોકે ગત ટર્મની સરખામણીઍ ભાજપને આ વખતે ૫ બેઠકોનું નુકસાન થયું હતુ કારણ કે અગાઉ ભાજપે ૧૮ બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર અત્યંત કટોકટીભર્યા મુકાબલા જોવા મળ્યા હતા. ખાસ કરીને બામટી તાલુકા પંચાયત બેઠક પર ભારે ટક્કર વચ્ચે કોંગ્રેસના રસિક દેસાઈ માત્ર ૩ મતોથી વિજેતા રહ્ના, જ્યારે ભાજપના ચંદ્રકાંત પટેલને પરાજયનો સામનો કરવો પડ્યો. તેવી જ રીતે ધામણી બેઠક પર કોંગ્રેસની સવિતાબેન બારીયા ૮ મતોથી વિજેતા રહેતા  ભાજપની સવિતાબેન ઝાંઝરને હાર સ્વીકારવી પડી હતી. 

નાની ઢોલડુંગરી બેઠક પર પણ રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ હતી. ગત ટર્મમાં અપક્ષ તરીકે જીતેલા કલ્પેશ પટેલે આ વખતે પોતાની પત્ની સુનિતાબેનને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા તેઓ ફરીથી આ બેઠક કબ્જે કરવામાં સફળ રહ્ના હતા આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ કરવામાં આવેલ  તર્ક-વિતર્કને મતદાતાઓઍ ખોટા સાબિત ઠેરવ્યા હતા.

જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ બદલાવ જોવા મળ્યો. ગત ટર્મમાં કરંજવેરીની ઍકમાત્ર બેઠક કોંગ્રેસ પાસે હતી, જ્યારે આ વખતે કોંગ્રેસે માકડબન બેઠક પણ કબ્જે કરી કુલ ૬ બેઠકોમાં જિલ્લા પંચાયતની બે બેઠકો મેળવવા સફળ રહ્ના હતાં. કેટલીક બેઠકો પર આવેલા આડ્ઢર્યજનક પરિણામોઍ ધરમપુરના રાજકીય વિશ્લેષકો અને સમર્થકોનુ ગણિત ખોટું સાબિત થયું હતું.

 ધરમપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યોજાયેલી આ ચૂંટણીમા માત્ર રાજકીય જંગ નહીં પરંતુ મતદાતાઓના બદલાતા મનોભાવનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

જ્યારે ભાજપથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યોને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના હોદ્દેદારોઍ અભિનંદન પાઠવ્યા હતા.