પારડી તા.પં.માં કોîગ્રેસનો સફાયો : તમામ ૨૨ બેઠકો ભાજપને ફાળે
- byDamanganga Times
- 29 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે આજરોજ ૨૮મી ઍપ્રિલના રોજ પારડી ડિસીઓ હાઇસ્કુલ માં મતગણતરી થઈ હતી જે મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીની ૨૨ બેઠકમાંથી ૨૨ બેઠકોમાં ઐતિહાસિક વિજય થઈ છે અને તમામ બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટીઍ પારડી તાલુકા પંચાયત કબજે કરી છે. અહીં ડીસીઓમાં વહેલી સવારના પારડીના મામલતદાર અને ટીડીઓના રાહબારી હેઠળ તાલુકા પંચાયત પારડીની ૨૨ બેઠકો માટે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અંબાચ બેઠકમાં તેજસ્વીની બેન વિમલભાઈ આહીર આમળી બેઠકમાં કિર્તીબેન વિજયભાઈ પટેલ, બાલદા બેઠકમાં ભાવદીપભાઈ વલ્લભભાઈ પટેલ, ડુમલાવ બેઠકમાં હિરેનભાઈ પટેલ, ડુંગરી બેઠકમાં મહેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ, ગોઇમાં બેઠકમાં સેજલબેન નવીનભાઈ નાયકા, કોલક બેઠકમાં હેમલતાબેન મહેશભાઈ ટંડેલ, મોતીવાડા બેઠકમાં જીતેન્દ્રભાઈ વિષ્ણુભાઈ પટેલ, નાનાવાઘછીપા બેઠકમાં કિન્નરીબેન હિતેશભાઈ પટેલ, ઓરવાડ બેઠકમાં મનીષભાઈ ભરતભાઈ પટેલ, પલસાણા બેઠકમાં હેમંતભાઈ કિરણભાઈ નાયકા, પંચલાઈ બેઠકમાં પૂજાબેન રાકેશભાઈ પટેલ, પરીયા બેઠકમાં નયનકુમાર મનુભાઈ દેસાઈ, પરવાસા બેઠકમાં દક્ષાબેન દક્ષેશભાઈ પટેલ, રેટલાવ બેઠકમાં ભાવનાબેન ભરતભાઈ પટેલ, રોહિણા બેઠકમાં શૈલેષભાઈ ભોળાભાઈ પટેલ સોનવાડા બેઠકમાં જશોદાબેન વિવેકભાઈ પટેલ સુખેશ બેઠકમાં અજયભાઈ નટુભાઈ પટેલ, ટુકવાડા બેઠકમાં પ્રિયાબેન ડેનિશભાઈ પટેલ, ઉદવાડા બેઠકમાં અપેક્ષાબેન વિમલભાઈ પટેલ, ઉમરસાડી ઍક બેઠકમાં હિતેન્દ્રભાઈ ટંડેલ, ઉમરસાડી બે બેઠકમાં મુકેશભાઈ બચુભાઈ હળપતિ તમામ ભાજપના ઉમેદવારો ૨૨ બેઠકમાં પ્રચંડ બહુમતી સાથે વિજેતા બન્યા છે. બીજી તરફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ ગયો છે. પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ ઍ કહ્નાં હતું કે, પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની રાહબારી હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના માર્ગદર્શન હેઠળ પારડી તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે. જે પ્રમાણે અમે કહ્નાં હતું કે, ૨૨ બેઠક અમે પૂરેપૂરી જીતશું અને કોંગ્રેસમુક્ત પારડી તાલુકાને કરશું ઍ જ પ્રમાણે જનતા ઍમને પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવ્યો છે. ઍમની સાથે માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ અને સમગ્ર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ ખડે પગે ઉભી રહી હતી. જેમ જેમ ચૂંટણીઓના પરિણામ આવતા હતા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ઉત્સાહ વધી જતા હતા. સંપૂર્ણ સીટ આવી જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે. આમ ભારતીય જનતા પાર્ટીનો પારડી તાલુકા પંચાયતમાં ઐતિહાસિક વિજય થયો છે. તમામ બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટી ઍ પારડી તાલુકાના રાજકારણમાં પોતાની ઐતિહાસિક વિજય અંકિત કરી છે.
સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપ સમર્થિત સરપંચ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્નાં હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ જીતેલા ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. પારડીના પીઆઇ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સિક્યોરિટી સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી હતી. ચૂંટણી અધિકારી સહિત મતગણતરી સ્ટાફે શાંતિપૂર્ણ રીતે મતગણતરી કરી ચોક્કસ પરિણામ રજૂ કયુ* હતું.
પારડીની તમામ ૪ જિ.પં.ની બેઠકો પર ભાજપનો ભગવો
પારડી તાલુકામાં જિલ્લા પંચાયતની ચાર બેઠકો ઉમરસાડી ટુકવાડા સુખેશ અને પરીયા બેઠકની પારડી ડિસીઓમાં મતગણતરી યોજાઈ હતી જેમાં ભાજપે ચારેય બેઠક જીતી લીધી છે.
જિલ્લા પંચાયતની ચાર બેઠકોમાં ભાજપના ઉમેદવાર અદિતિ બેન અંકિતભાઈ પટેલ, સુખેશ બેઠકમાંથી ભાજપના ઉમેદવાર નરેશભાઈ નવીનભાઈ પટેલ, ટૂકવાડા બેઠકમાંથી ભાજપના ઉમેદવાર સોનલબેન રવિન્દ્રભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે અને ઉંમર સાડી બેઠકમાંથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞેશભાઈ બળવંતરાય પટેલનો વિજય થયો છે. આમ જિલ્લા પંચાયતની પારડી તાલુકામાં આવતી ચારેય સીટ ભાજપે જીતી છે. જિલ્લા પંચાયતની તમામ બેઠકોમાં કોંગ્રેસની હાર થઈ છે.
