Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ તા.પં.ની ૨૦ પૈકી ૧૯ બેઠક પર ભાજપનો વિજય

વલસાડ તા.પં.ની ૨૦ પૈકી ૧૯ બેઠક પર ભાજપનો વિજય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ તા. ૨૮ ઃ આજરોજ યોજાયેલી વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીઍ ઍકહથ્થુ શાસન જાળવી રાખતા વિરોધીઓના સૂપડા સાફ કરી દીધા છે. વલસાડ તાલુકા પંચાયતમાં ૩૨ માંથી ૩૧ બેઠકો ભાજપે   કબજે કરી છે.વલસાડ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો પણ રસપ્રદ રહ્ના છે. ૧૨ બેઠકો પર અગાઉ જ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. બાકી રહેલી ૨૦ બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાંથી ૧૯ બેઠકો પર ફરી ભાજપે વિજય પતાકા લહેરાવી છે. પારનેરા બેઠક પર અપક્ષનો આડ્ઢર્યજનક વિજય સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ પરિણામ પારનેરા તાલુકા પંચાયત બેઠકનું રહ્નાં છે. ભાજપના ગઢ ગણાતી આ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવતા ભાજપના કાર્યકરો અને નેતાઓ ચોંકી ઉઠ્યા હતા. આ ઍક બેઠક ગુમાવતા ભાજપની ક્લીન સ્વીપ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. વલસાડ તાલુકા પંચાયતની પારનેરા બેઠક પર  ગામના કેટલાક વ્યક્તિઓઍ ટિકિટ માંગી હતી. જોકે ભાજપે  દિવ્યેશ પટેલને ટિકિટ આપતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી પરંતુ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા દિવ્યેશ પટેલની પત્ની નિરીક્ષા પટેલને ટિકિટ આપતા  તેના વિરુદ્ધ અપક્ષ માંથી હેતલ હિતેશ પટેલ અને પ્રિયંકા વિરેન્દ્ર શોભાઍ પણ    અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી હતી. વલસાડ તાલુકા પંચાયતની પારનેરા બેઠક પર ભાજપની ઉમેદવાર ૨૧૬૫ મતો મળ્યા જ્યારે  હેતલ હિતેશ પટેલને ૩૦ ૪૩ મતો મળ્યા જ્યારે પ્રિયંકા વિરેન્દ્ર શોભાને ૮૯૪  મતો મળ્યા હતા. આમ પારનેરા બેઠક પર અપક્ષની મહિલા ઉમેદવાર હેતલ પટેલ  ૮૭૮ મતથી વિજેતા બની હતી. વલસાડ તાલુકા પંચાયતની  પારનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર  હેતલ પટેલ નો ભવ્ય વિજય થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.