Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ કોંગ્રેસ તાલુકા પ્રમુખનું રાજીનામું

વલસાડ કોંગ્રેસ તાલુકા પ્રમુખનું રાજીનામું


 વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલે પોતાના પદ તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજીનામું આપતી વખતે પ્રકાશ પટેલે પક્ષના પાયાના કાર્યકરો અને નેતાઓ પર ચૂંટણી દરમ્યાન ઉમેદવારોની પસંદગીથી લઈને નિક્રિય રહેવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો નેતાઓ જ મેદાનમાં ન ઉતરે, તો કાર્યકરો કોના ભરોસે લડે પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને નિષ્ક્રિયતાને કારણે મેં રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ઍમ જણાવ્યું હતું. 

હવે જોવાનું ઍ રહેશે કે પ્રદેશ હાઈકમાન્ડ આ રાજીનામા બાદ વલસાડ કોંગ્રેસમાં કેવા ફેરફારો કરે છે.