ગુંદલાવ હાઈવે પર કન્ટેનર અડફેટે દંપતીને ગંભીર ઈજા
- byDamanganga Times
- 28 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે માર્ગ અકસ્માતમાં નવસારીમાં રહેતી ઍક મહિલા વ્ય્ગ્ જવાન અને તેમના પતિને પાછળથી આવતા ઍક અજાણ્યા કન્ટેનર ચાલકે જોરદાર ટક્કર મરતા અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્ય્ગ્ તરીકે ફરજ બજાવતા કિંજલબેન પટેલ ગત ૨૫ ઍપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બંદોબસ્તમાં હતા. સાંજે બંદોબસ્ત પૂર્ણ કરી તેઓ પોતાના પતિ કમલભાઈ સાથે ઍક્ટિવા નં-ઞ્થ્-૨૧-ગ્ઞ્-૩૭૮૫ પર સવાર થઈ ઍક સામાજિક પ્રસંગમાં ગયા હતા. રાત્રિના આશરે ૧૦ઃ૦૦ કલાકે તેઓ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ ઉતરી રહ્ના હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ઍક અજાણ્યા કન્ટેનરના ચાલકે તેમની ઍક્ટિવાને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાતા તેમને આંખના ભાગે, નાક પર અને ઘૂંટણમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પતિ કમલભાઈ તેમને માથાના ભાગે ફેક્ચર અને જમણા હાથના ખભાના ભાગે ગંભીર ફેક્ચર થયું છે.
અકસ્માત સર્જીને કન્ટેનર ચાલક અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલના ત્ઘ્શ્ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. કિંજલબેનની ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
