Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગુંદલાવમાં પાંચમા વર્ષે મેડિકલ કેમ્પ યોજાયો

ગુંદલાવમાં પાંચમા વર્ષે મેડિકલ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ ઘડોઈ ફાટક ગુંદલાવ ખાતે સતત પાંચમા વર્ષે નવનિત (નિલમ કાંતિલાલ પટેલ)ની પૂણ્યતિથિ નિમિત્તે નિલમ સ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન હૃદય સંબંધી તપાસ, આઈવીઍફ કન્સલ્ટીન, બાળરોગળ નિદાન, જનરલ કન્સલ્ટીન, આંખની તપાસ, નિરોલોજીસ્ટ અને ડેન્ટીસ્ટની સેવા, સુગર ચેકઅપ વગેરે સુવિધાઅો આપવામાં આવી હતી. સાથે જ વિના મૂલ્યે ચશ્મા અને દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૨૦ જેટલા લાભાર્થી દર્દીઅોઍ લાભ લીધો હતો.