ડાંગમાં ‘તેરા તુજકો અર્પણ’માં ૪૦ મોબાઇલ મૂળ માલિકોને પરત કરાયા
- byDamanganga Times
- 28 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૭ ઃ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતી ઍક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઘ્ગ્) અને વિવિધ પોલીસ સ્ટેશનોના સંકલનથી છેલ્લા બે માસ દરમિયાન રિકવર કરાયેલા ૭,૨૩,૨૦૦/- રૂપિયાની કિંમતના ૪૦ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં ૮૦.૦૩ ટકા ના હાઈઍસ્ટ રિકવરી રેટ સાથે પ્રથમ ક્રમે રહી છે. છેલ્લા બે વર્ષમાં પોલીસે કુલ ૪૭,૩૧,૬૦૦/- રૂપિયાની કિંમતના ૨૯૭ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા છે. આ સફળતા સુરત રેન્જ આઈજીપી. પ્રેમવીરસિંહ અને ઍસ.પી. પૂજા યાદવની સૂચના હેઠળ ડાંગ ઍલ.સી.બી.પી.ઍસ.આઈ.જે.જી. અનડકટ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્નામન સોર્સની મદદથી હાંસલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત આહવા, સુબીર, વઘઇ અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને તેમના ખોવાયેલા કે ચોરાયેલા કિંમતી મોબાઈલ પરત મળતા તેઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
