વાપી મનપાની નવી વાતાનુકુલિત કચેરી અરજદારો માટે આશીર્વાદરૂપ બની
- byDamanganga Times
- 28 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી મહાનગર પાલિકાના જૂના મકાનમાં ચાલતા પાણી, જન્મ મરણ વિભાગ, વેરા વિભાગ તેમજ ઇનવાર્ડ વિભાગ મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરમાં ફુલ્લી ઍરકન્ડિશન નવી કચેરીમાં શિફટ કરતાં અહીં વિવિધ કામો માટે આવતા સેંકડો અરજદારોને ભર ઉનાળે રાહત મળી રહી છે.
વાપી મહાનગર પાલિકા કચેરીનું જૂનું મકાન આમતો પંચાયત સમયનું જૂનું છે જેને વર્ષ ૨૦૫-૬ માં રિનોર્વેશન કરી ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ૨ માળનું બનાવવામાં આવ્યું હતું જેમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર પાણી વિભાગ, વેરા વિભાગ, ગટર વિભાગ, આરોગ્ય ખાતું અત્યાર સુધી કાર્યરત હતું પરંતુ થોડા દિવસો પહેલા આ તમામ વિભાગને ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટર કે જેને રિનર્વેશન કરી સંપૂર્ણ સુવિધા સાથે વાતાનુકુલિત બનાવ્યા બાદ તેમાં શિફટ કરવામાં આવ્યા હતા. હાલ રોજ સેંકડો અરજદારો ઉપરોક્ત વિવિધ વિભાગના કામો લઈ ધમધોખતા તાપમાં આ કચેરીમાં અવાજ રાહતનો દમ લઈ રહ્નાં છે. કેટલાક લોકો તો ગરમીથી કંટાળી કામ ન હોવાં છતાં માત્ર ઠંડક મેળવવા કચેરીમાં આવી રહ્ના છે. આમ આ નવી કચેરી લોકો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે.
