વલસાડમાં ઍગ્રો વેપારીઅોનો ફરજીયાત ટેગીંગ સામે રોષ : બંધ પાળ્યો
- byDamanganga Times
- 28 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વલસાડ જીલ્લા ઍગ્રો ડિલર ઍસોસિઍશન દ્વારા અોલ ઈન્ડિયા ઍગ્રો ઈન્પુટ ડિલર ઍસોસિઍશનના આહવાનના પગલે જીલ્લામાં ઍક દિવસનો પ્રતિકાત્મક બંધ પાળવામાં આવ્યો હતો તથા ઍસોસિઍશન દ્વારા નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી આંદોલનમાં તેઅો જાડાઈ રહ્ના હોવાની જાણ કરવામાં આવી હતી. વલસાડ જીલ્લા ઍગ્રો ડિલર ઍસોસિઍશને આવેદનપત્રમાં માંગ કરતાં જણાવ્યું હતું કે નેનો ખાતરનો વપરાશ ખેડૂતો માટે ફરજીયાત બનાવવો ન જાઈઍ. ઍનો વપરાશ સ્વેચ્છીક ધોરણે થાય ઍ આવકાર્ય છે. વધુમાં ખાતરની ડિલીવરી વેપારીઅોને સીધી દુકાન સુધી પહોîચાડવી જાઈઍ અને ડીજીટલ પોર્ટલમાં આવતી ટેકનીકલ ખામીઅો સત્વરે દુર કરવી જાઈઍ. તેમણે ફરજીયાત ટેગીંગને કારણે યુરિયા અને ડીઍપી જેવા સબસીડી વાળા ખાતરો સાથે કંપનીઅો બિનજરુરી ઉત્પાદનો પણ પધરાવી દેતી હોવાથી વેપારીઅો સાથે સંઘર્ષની નોબત આવે છે. ઍવો આક્ષેપ પણ કર્યો હતો અને નેનો યુરિયા કે ડીઍપીના સ્પ્રે માટે મજુરી, ખર્ચ અને સમયનો પણ વ્યય થાય છે જે ખેડૂત માટે કોઈ રીતે લાભકર્તા નથી તથા વેપારીઅોને પણ નુકશાનકર્તા હોય સમયની સાથે ડિલીવરી માર્જીનમાં વધારો કરવાની માંગ કરી હતી. વધુમાં ઍસોસિઍશને ઍવી માંગણી પણ કરી હતી કે, જા સીલબંધ પેકિંગમાં માલ ખરાબ નિકળે તો ઍના માટે વેપારી કેવી રીતે જવાબદાર ગણાય ? માલ ખરાબ નિકળે કે સેમ્પલ ફેઈલ થાય તો વેપારીની જગ્યાઍ ઉત્પાદકને જવાબદાર ગણવા જાઈઍ.
