Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પીપલગભાણના ઈસમ સામે કમરતોડ વ્યાજ વસૂલીની ફરિયાદ

પીપલગભાણના ઈસમ સામે  કમરતોડ વ્યાજ વસૂલીની ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ચીખલી, તા.૨૬ ઃ ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે રહેતા ઍક શખ્સે ઍક મહિલા પાસેથી ઊંચું વ્યાજ લઈ સિક્યુરિટી તરીકે સોનાના દાગીના લઈ પરત ન કરતા આ મહિલાઍ ચીખલી પોલીસનું શરણું લેવાની નોબત આવી હતી.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના તલાવચોરા બારોલીયા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતી પુનિતાબેન વિજયભાઈ પટેલ જેણે તા. ૧૩.૧૨.૨૧ના સમય દરમિયાન પોતાના ઘરે પરિવાર બીમાર હોય અને પૈસાની જરૂરિયાત હોય ત્યારે પોતાની બહેનપણીને બનાવ અંગેની હકીકત વર્ણવતા બહેનપણીઍ ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ રમેશ ગાંધી રહે. પીપલ ગભાણ ગાંધી ફળીયા જેની સાથે વાત કરી હતી અને ચર્ચિલ ગાંધીઍ ચાર ટકાના વ્યાજે પૈસા આપવાની વાત કરી હતી અને સિક્યુરિટી ડિપોઝિટ તરીકે સોનાના દાગીના આઇઆઈ ઍફ ઍલ માંથી છોડાવી પોતાની પાસે રાખ્યા હતા ત્યારબાદ પુનિતા પટેલે ઉંચું વ્યાજ ચૂકવી દીધું હતું છતાં પણ ચર્ચિલ ગાંધીઍ ૧૭૯.૯૮ ગ્રામ સોનાના દાગીના પરત ન કરતા આખરે નાસીપાસ થયેલ પુનીતા પટેલે ચીખલી પોલીસનું શરણું લઈ ચર્ચિલ ગાંધી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી પોલીસે  નાણા ધીરધારરનું લાઇસન્સ ધરાવતા ન હોય છતાં પણ વ્યાજે નાણા આપતા હોય જેને લઇ ચર્ચિલ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના મહિલા પીઍસઆઇ ઍફ ઍચ પટેલ કરી રહ્ના છે.