Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીમાં શ્રી વલ્લભઆશ્રમના પ.પૂ. સ્વામી હરિપ્રસાદદાસજીનો જન્મદિવસ ઉજવાયો

પારડીમાં શ્રી વલ્લભઆશ્રમના પ.પૂ. સ્વામી હરિપ્રસાદદાસજીનો જન્મદિવસ ઉજવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૬ ઃ શ્રી વલ્લભ આશ્રમ, પારડીના સંસ્થાપક પ. પૂ. સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીના ૯૬ માં જન્મદિવસ નિમિત્તે શ્રી વલ્લભ આશ્રમ મેન કેમ્પસમાં નવા નિર્માણ કરેલ પ્રાયમરી અને અપર પ્રાયમરી શાળાના ભવનનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે  ભારતભાઈ દેસાઈ આર. ઍન સી હોસ્પિટલ, વલસાડના વરદહસ્તે શાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  પ. પૂ. સ્વામી હરિપ્રસાદદાસજીઍ હાજર આમંત્રિત મહેમાનોને શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોના સંસ્કાર અને શિક્ષણ માટે હજુ ઘણા કાર્ય કરવાના છે તેવું અભિલાષા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત પ. પૂ. સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીના ૯૬ માં જન્મદિવસ નિમિત્તના આ પ્રસંગે ભારત રત્ન મોરારજી દેસાઈ મેમોરિયલ હોલ, પારડી ખાતે  પદમશ્રી શેખર શેન દ્વારા તુલસીદાસ આધારિત ઍકાંકી પાત્ર ભજવવામાં આવ્યું હતું. તેમની અભિનયકળાઍ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ઉપરોક્ત બંને કાર્યક્રમમાં સૌ ટ્રસ્ટીગણ, સંચાલકગણ, શિક્ષક ગણ, વલસાડ જિલ્લાના નામાંકિત વ્યક્તિઓ તેમજ સંગીત રસીકોઍ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યા હતા જેમાં સ્વામીજીઍ શ્રી વલ્લભ આશ્રમ શાળાની ૫૦ વર્ષની સફળ યાત્રા વિષે માહિતી આપી અને સંસ્થાના ટ્રસ્ટી  કુશ સાકરીયા દ્વારા આમંત્રિત સૌ મહેમાનોનું શાબ્દિક અભિવાદન કર્યું હતું.