Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ભીનારમાં હીટ ઍન્ડ રનમાં ઍકનું મોત, ચારને ઈજા

ભીનારમાં હીટ ઍન્ડ રનમાં ઍકનું મોત, ચારને ઈજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૨૬ ઃ વાંસદાના ભીનાર ત્રણ રસ્તા પાસે આઈશર ટેમ્પોઍ માર્ગની સાઈડમાં ઉભેલાં વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. જેમાં ઍક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર જણાને ઈજા થઈ હતી.ટેમ્પો ચાલકે શિકંજી પીવા ઉભેલા બાઈક ચાલક, અન્ય બાઈક અને લારીવાળાને અડફટે લીધા  ટેમ્પો ચાલકની અટક વાંસદા તાલુકાના ભીનાર ગામે ભાટેલ ફળિયાના રહીશ દિલીપભાઈ મણીલાલ પટેલ (ઉ.વ.૫૪) બાઈક લઈ ભીનાર ત્રણ રસ્તા પાસે શિકંજી પીવા ઊભા હતા. તે સમયે ઉનાઈ તરફથી આવતા આઈસર ટેમ્પો (નં.જીજે-૧૪-ઝેડ-૩૨૧૨)ના ચાલક મલ્હારસિંહ મહિપતસિંહ પરમારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પોઍ દિલીપભાઈની બાઈક સહિત ત્યાં ઊભેલી અન્ય ઍક બાઇક અને નારિયેળ-શિકંજી વેચતા લારીવાળાઓને અડફટે લીધા હતા. આ અકસ્માતમાં દિલીપભાઈ પટેલ, નારિયેળ વેચતા ભીનાર ગામના કનુભાઈ પટેલ, આંગણધરાના સુરેશભાઈ હળપતિ અને ગ્રાહક તરીકે ઊભેલા ડોલવણના આયુષભાઈ પટેલ તથા ભીનારના કૃતિકભાઈ પટેલને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.જે પૈકી ગંભીર રીતે ઘાયલ કૃતિકભાઈને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોઍ ટેમ્પો ચાલક મલ્હારસિંહ પરમાર (રહે., સુરગપરા વડિયા, કુકાવાવ, અમરેલી)ને પકડી પાડ્યો હતો. ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ દિલીપભાઈની ફરિયાદના આધારે વાંસદા પોલીસે ગુનો નોંધી ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.