Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ડાંગમાં જિલ્લા/તાલુકાની ચૂંટણીમાં ૭૭.૧૭ ટકા મતદાન

ડાંગમાં જિલ્લા/તાલુકાની ચૂંટણીમાં ૭૭.૧૭ ટકા મતદાન


 આહવા,  તા. ૨૬ ઃ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ આજરોજ તા.૨૬ ઍપ્રિલના રોજડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટેજિલ્લાના ૩૩૭ બુથ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. 

ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો માટે ૫૨ (બાવન) અને ત્રણ તાલુકા પંચાયતોની કુલ ૪૭ બેઠકો માટે કુલ ૧૧૬ ઉમેદવારોની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લામાં નોંધાયેલાકુલ ૯૭,૯૩૯ પુરૂષ અને ૯૫,૬૪૭ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૯૩,૫૮૮ નોંધાયેલ મતદારો પૈકી ૭૨,૯૪૭ પુરૂષ અને ૭૨,૩૯૫ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૪૫,૩૪૨ મતદારોઍઆ લખાય છે ત્યાં સુધી સાંજનાપાંચ વાગ્યાં સુધીમાં ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો ઉપર ૭૭.૧૭ ટકા, મતદાન થયું હતું. જે પૈકી સૌથી વધુ મતદાન ૩/બરડાં બેઠક ઉપર ૮૦.૦૨ ટકા, અને સૌથી ઓછું મતદાન ૧/આહવા- ૧ બેઠક ઉપર ૫૩.૪૯ ટકા નોંધાયું છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં તાલુકાની ૧૫બેઠકો માટે નોંધાયેલા ૪૦,૮૬૫ પુરૂષ મતદાર અને ૩૯, ૯૭૯ સ્ત્રી મળી કુલ ૮૦, ૮૪૪ મતદારોપૈકી સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૨૪,૯૧૬ પુરુષ અને ૨૫,૩૭૬ સ્ત્રી મળી કુલ ૫૦,૨૯૨ મતદારોઍ મતદાન કરતા અહી સરેરાશ ૭૪.૩૫ ટકા મતદાન નોંધાયુ હતું. જે પૈકી સૌથી વધુ મતદાન ૧૬/વાસુર્ણાં બેઠક ઉપર ૮૧.૧૩ ટકા, અને સૌથી ઓછું મતદાન ૧૦/કલમવિહિર બેઠક ઉપર ૦.૦૦ ટકા નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે ડાંગ તાલુકા પંચાયતની ૧૦/કલમવિહિર બેઠક ચૂંટણી અગાઉ જ બિન હરીફ જાહેર થઈ ચૂકી છે.જ્યારે વઘઇ તાલુકા પંચાયતમાં વઘઇ તાલુકાની ૧૬બેઠકો માટે નોંધાયેલા ૨૮,૪૬૨ પુરૂષ મતદાર અને ૨૮,૫૯૧ સ્ત્રી મતદારો મળી કુલ ૫૭ હજાર ૦૫૩ મતદારોપૈકી મતદાન ૨૩,૧૩૯ પુરુષ અને ૨૩,૬૨૯ સ્ત્રી મળી કુલ ૪૬,૭૬૫ મતદારોઍ મતદાન કરતા અહી સરેરાશ ૮૧.૯૭ ટકા મતદાન નોંધાયુ હતું.જે પૈકી સૌથી વધુ મતદાન ૧૦/મોટામાળુંગા બેઠક ઉપર ૮૮.૭૮ ટકા, અને સૌથી ઓછું મતદાન ૧/વઘઇ બેઠક ઉપર ૭૦.૧૪ ટકા નોંધાયું છે.

જ્યારે સુબીર તાલુકા પંચાયતમાં તાલુકાની ૧૬બેઠકો માટે નોંધાયેલા ૨૮,૬૧૨ પુરૂષ મતદાર અને ૨૭,૦૭૯સ્ત્રી મતદાર મળી કુલ ૫૫ હજાર ૬૯૧ મતદારોપૈકી મતદાન ૨૧,૮૧૬ પુરુષ અને ૨૦,૫૫૬ સ્ત્રી મળી કુલ ૪૨,૩૭૨ મતદારોઍ મતદાન કરતા અહી અહી સરેરાશ ૭૬.૦૮ ટકા મતદાન નોંધાયુ હતું. જે પૈકી સૌથી વધુ મતદાન ૧૦/ખાંબલા બેઠક ઉપર ૮૩.૮૧ ટકા, અને સૌથી ઓછું મતદાન ૧૧/કિરલી બેઠક ઉપર ૭૨.૪૫ ટકા નોંધાયું છે.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા સવારે ૭ વાંગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે મતદાનનો સમય સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધીનો છે. ત્યારબાદ દિવસભરના મતદાનની ટકાવારી ઉપલબ્ધ થઈ શકશે.

આ સાથે જ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

ડાંગમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬ અંતર્ગત આગામી તારીખ ૨૮ ઍપ્રિલ, ૨૦૨૬ને મંગળવારના રોજ આહવા ખાતે સરકારી માધ્યમિક શાળા, વઘઈ ખાતે તાલુકા સેવા સદન, અને સુબિર ખાતે તાલુકા સેવા સદન ખાતે મત ગણતરી યોજાશે.