Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડી તા.પં. માટે ૬૬.૧૪ ટકા મતદાન ઃ કોîગ્રેસ તા.પં. કબ્જે કરવાનો દાવો

પારડી તા.પં. માટે ૬૬.૧૪ ટકા મતદાન ઃ કોîગ્રેસ તા.પં. કબ્જે કરવાનો દાવો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૬ ઃ પારડી તાલુકા પંચાયતની ૨૨ બેઠકઅને જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે ૫ વાગ્યા સુધીમાં કુલ ૧,૧૩,૭૦૮ મતદારોમાંથી ૭૫,૨૦૯ મતદાતાઓઍ મતદાન કર્યું હતું, જે કુલ ૬૬.૧૪ ટકા થાય છે. 

તેમાં પુરુષ મતદારો ૩૮,૦૪૯ અને સ્ત્રી મતદારો ૩૭,૧૬૦નો સમાવેશ થાય છે. બેઠકવાઈઝ મતદાન મુજબ અંબાચ બેઠકમાં ૭૫.૩૦ ટકા, ડુમલાવ ૭૨.૫૭ ટકા, ગોઇમા ૭૫.૬૮ ટકા, નાનાવાઘછીપા ૭૪.૩૬ટકા, પરિયા ૭૭.૧૬ટકા, રોહિણા ૭૦.૨૯ટકા, આંમળી ૬૧.૫૯ટકા, બાલદા ૬૨.૯૭ટકા, પંચલાઈ ૬૯.૬૭ટકા, પરવાસા ૬૧.૪૯ટકા, સોનવાડા ૬૮.૧૮ટકા, સુખેશ ૬૫.૪૧ટકા, ડુંગરી ૭૩.૪૯ટકા, મોતીવાળા ૬૯.૩૨ટકા, ઓરવાડ ૪૯.૪૨ટકા, રેંટલાવ ૫૧.૦૩ટકા, ટુકવાડા ૭૦.૬૧ટકા, કોલક ૬૫.૨૬ટકા, પલસાણા ૬૪.૪૫ટકા, ઉદવાડા ૬૯.૨૪ટકા, ઉમરસાડી-૧માં ૩૯.૯૪ટકા અને ઉમરસાડી-૨માં ૬૬.૦૧ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે અને તમામ મતદાન મથકો પર પૂરતી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજ સુધી મતદાન ટકાવારીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજી બાજું આ મતદાન થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પારડી તાલુકા પ્રમુખ સતિષભાઈ પટેલ કે જેઓઍ ૨૨ બેઠકોમાંથી ૧૭ બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી મેળવશે ઍવો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો