Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ગણદેવી પાલિકા ચૂંટણી ૭૬.૮૭ ટકા મતદાન ઃ ઉમેદવારોનું ભાવિ ઈવીઍમમાં સીલ

ગણદેવી પાલિકા ચૂંટણી ૭૬.૮૭ ટકા મતદાન ઃ ઉમેદવારોનું ભાવિ ઈવીઍમમાં સીલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૨૬ ઃ ગણદેવી નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં સવારે ૭થી ૯માં ૧૦.૧૯ ટકા, સવારે ૯થી ૧૧માં ૩૦.૧૯ ટકા, સવારે ૧૧થી બપોરે ૧ સુધીમાં ૫૦.૭૮ ટકા, બપોરે ૧થી ૩ દરમ્યાન ૬૫.૪૭ ટકા અને સાંજે ૩થી ૫ કલાક સુધીમાં ૭૨.૫૬ ટકા મતદાન  નોંધાતા પરીણામ અત્યંત રસાકસી પૂર્ણ હોવાનું રાજકીય લોકો માની રહ્ના છે. ગણદેવી પ્રાથમિક સ્કૂલ સ્થિત સ્ટ્રોંગ રૂમમાં ઇવીઍમ સીલ કરાયા છે.

ગણદેવી નગરપાલિકા બે વોર્ડની બે બેઠકોની ચૂંટણી રવિવારે ૭થી ૬ કલાક દરમ્યાન યોજાઈ હતી. જેમાં સાંજે પાંચ કલાક સુધીમાં ૭૨.૫૬ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. જેમાં સાંજે પાંચ કલાક સુધીમાં કુલ ૩૮૫૬ મતદારો પૈકી ૨૭૯૮ ઍટલે કે (૭૨.૫૬ ટકા) મતદારોઍ મતદાનની ફરજ નિભાવી હતી. જેમાં વોર્ડ નં.૧ માં ૧૮૬૩ પૈકી ૧૪૭૮ (૭૬.૩૩ ટકા), જેમાં ૯૦૧ પુરુષ પૈકી ૬૮૮ (૭૬.૩૬ ટકા) અને ૯૬૨ મહિલા મતદાર પૈકી ૭૩૪ મહિલાઓ (૭૬.૩૦) ઍ મતદાનની ફરજ નિભાવી હતી. જ્યારે વોર્ડ નં.૪માં ૧૯૯૩ મતદારો પૈકી ૧૪૮૩ , જેમાં ૯૯૬ પુરુષ પૈકી ૭૦૫ (૭૦.૭૮ ટકા) અને ૯૯૭ મહિલા ઓ પૈકી ૬૭૧ મહિલા ઓ (૬૭.૩૦ ટકા) મતદારોઍ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ વોર્ડ નં.૧ માં ૭૬.૩૩ ટકા અને વોર્ડ નં.૪ માં ૬૯.૦૪ ટકા મળી સરેરાશ કુલ ૭૨.૫૬ ટકા મતદાન નોંધાયું હતું.  દરમિયાન પાલિકા સામે પ્રાથમિક  શાળાનાં સ્ટ્રોંગ રૂમ માં ઇવીઍમ સીલ કરાયા હતા. આગામી મંગળવારે ઇવીઍમ ખુલતા પરીણામો સામે આવશે. ચૂંટણી પરીણામ ભારે રસાકસી પૂર્ણ હોવાનું રાજકીય લોકો માની રહ્ના છે. ભૂતકાળમાં પણ ઘણી વખત ઓછા મતો થી હાર જીત નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ગણદેવી પાલિકાની ગત ચુંટણીમાં ભાજપઍ તમામ બેઠકો ઉપર ઐતિહાસિક જીત નોંધાવી હતી. વર્તમાન ચૂંટણીમાં પણ રેકર્ડ બ્રેક ૨૨ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. માત્ર બે બેઠક ઉપર ભાજપની સામે ઍક અપક્ષ કેટલું કૌવત દાખવશે ઍ જોવું રહ્નાં.