Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીની રાજ રાજેશ્વરી વિદ્યામંદિર સ્કૂલમાં પેરેન્ટ્સ ઓરિઍન્ટેશન કાર્યક્રમ યોજાયો

વાપીની રાજ રાજેશ્વરી વિદ્યામંદિર સ્કૂલમાં પેરેન્ટ્સ ઓરિઍન્ટેશન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર સ્કૂલ, વાપી ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓના માતા-પિતાઓ માટે પેરેન્ટ્સ ઓરિઍન્ટેશન કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુરુવાર, ૨૩ ઍિ-લ ૨૦૨૬ના રોજ ડૉ. સુનીતા સિંહ મેડમ, પ્રિન્સિપાલ ડૉ. રાજેશ્વરી પરમાર અને કાઉન્સેલર ભારતીબા જાડેજા મેડમના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા-પિતાઓ હાજર રહ્ના હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, બાળકોના શિક્ષણમાં માતા-પિતાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને માતા-પિતાની સંયુક્ત જવાબદારી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ડૉ. સુનીતા સિંહ મેડમે માતા-પિતાને તેમના બાળકોને અભ્યાસ તરફ પ્રોત્સાહિત કરવા અને તેમની ક્ષમતાઓ ઓળખી તેમને વિકસાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. પ્રિન્સિપાલ ડૉ. રાજેશ્વરી પરમાર મેડમે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે કાઉન્સેલર ભારતીબા જાડેજા મેડમે માનસિક વિકાસ અને સકારાત્મક વાતાવરણ જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું અને સફળતા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે, માતા-પિતાઍ પોતાના પ્રશ્નો પૂછ્યા અને તેમને સંતોષકારક જવાબો મળ્યા. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને માતા-પિતાઍ શાળાના પ્રયાસોની પ્રશંસા કરી.