Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

તિથલમાં ‘કિતાબ અડ્ડા’ નામથી બુક હાઉસ ખુલ્લુ મુકાયું

તિથલમાં ‘કિતાબ અડ્ડા’ નામથી બુક હાઉસ ખુલ્લુ મુકાયું


(દમણગંગા ટાઈમ્ેસ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ શહેરમાં બે જાહેર સ્થળોઍ દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબનું આયોજન થાય છે. 

 પુસ્તક પરબ, વલસાડ દ્વારા ચતુર્થ વર્ષપૂર્તિ ટાણે તિથલમાં કિતાબ અડ્ડા નામથી બુક હાઉસ ખૂલ્લું મૂકવામાં આવ્યું. જેમાંથી કોઈપણ વ્યક્તિ પુસ્તકો  વાંચવા માટે લઈ જઈ શકે. વાંચીને પરત કરી પણ શકે. અથવા તો પોતાની પાસે હોય ઍ બીજાને વાંચવા માટે મૂકી પણ જઈ શકે.  

પુસ્તક પરબ, વલસાડ દ્વારા  કિતાબ અડ્ડાનો પુસ્તક પરબ વલસાડના ચેરપર્સન ડૉ.આશા ગોહિલ, હાર્દિક પટેલ તથા પુસ્તક પરબ ટીમના સભ્યો જયંતીભાઈ મિસ્ત્રી,અર્ચના ચૌહાણ, રાધિકા ચીહલા, દીપક મરચન્ટ, અમન ગોહિલ, હિતેન પારેખ, કેયુર રોહિત તથા  વિશેષ ઉપસ્થિતિ ગ્રંથદાતા મનીષ પરમાર, તથા તેમના પૂ. માતાપિતા દેવીબેન તથા રમેશચંદ્ર પરમાર તથા હેમંત ગોહિલ, રાજુભાઈ ઓઝા, દર્શન દસોંદી, અપૂર્વ પારેખ,  દિશા દેસાઈ તથા સીમા ભટ્ટાચાર્ય, નલિની પાલવવાલા, દિગ્મા સોલંકી, ક્રીમાની ઉપસ્થિતિમાં કિતાબ અડ્ડાનો શુભારંભ થયો.  તિથલ ગામના સરપંચ  રાકેશભાઈ પટેલ તથા ગામના અગ્રણી  સંકેતભાઈ પટેલના સહકારથી વિશ્વ પુસ્તક દિવસે આ કિતાબ અડ્ડાનો શુભારંભ થઈ શક્યો.  કિતાબ અડ્ડા માંથી સૌપ્રથમ કર્મનો સિદ્ધાંત પુસ્તક મેળવી ખુશ થનાર રાશી શાહ. જેવો અંજુમન ઇસ્લામ કૉલેજ, ચર્ચગેટમાં પ્રોફેસર છે. આજના ઍક બીજાં પ્રવાસી જે સુરતથી આવ્યા હતા.  ઍમના જણાવ્યા અનુસાર  બધાં જ તો દરિયાના પાણીમાં જઈને મોજ કરી શકે ઍમ નથી.  જે વડીલો છે ઍ લોકો બેસી રહે.... બે ત્રણ કલાક. ઍ સમયે આમાંથી કોઈક પુસ્તક તો વાંચવા માટે ગમી જ જાય ઍવા તો સરસ છે! ૫૧ પુસ્તકથી આ કિતાબ અડ્ડાની શરૂઆત થઈ. દરેક વાચકને ઍનું ગમતું પુસ્તક મળે, દરેક પુસ્તકને ઍનો વાચક મળે આ સૂત્રને ધ્યાનમાં રાખી પુસ્તક પરબ વલસાડ મોબાઈલની દુનિયામાંથી થોડાં બહાર  પુસ્તકો તરફ પુસ્તક વાંચન તરફ પ્રેરિત કરવા માટે પ્રયત્નશીલ છે.