Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પાંડવખડક અને ગડીમાં વલસાડ પુસ્તક પરબ દ્વારા પુસ્તકો ભેટમાં અપાયા

પાંડવખડક અને ગડીમાં વલસાડ પુસ્તક પરબ દ્વારા પુસ્તકો ભેટમાં અપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૨૬ ઃ શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ,  બારોલીયા (પ્રમુખ હીરાભાઈ ચૌધરી) સંચાલિત આશ્રમશાળા પાંડવખડક (તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ ) ૧૯૯૯ થી આ સંસ્થા કાર્યરત છે. હાલમાં ૧૪૧ વિદ્યાર્થીઓની આ સંસ્થામાં પુસ્તક પરબ, વલસાડે ૧૧૦ પુસ્તકો ભેટમાં આપ્યા. આચાર્ય જશુભાઈ દેશમુખ, શિક્ષકો હંસાબેન પટેલ, બાબુભાઈ જાદવ, હેમાનીબેન પટેલ તથા વિદ્યાર્થીઓની     ઉપસ્થિતિમાં પુસ્તકો વિશે વાતો કરવાનું થયું. વિદ્યાર્થીઓને ઉદેશીને તથા ઍક મેક સાથેની વાતચીતમાં પુસ્તકોનું જીવનમાં શું મહત્વ રહેલું છે ઍ સંદર્ભે વાતો,  ચર્ચા તથા પૂર્તિ થતી રહી.  પુસ્તક પરબ, વલસાડે ગડી આશ્રમશાળામાં  પુસ્તકો ભેટ આપ્યા. પ્રકાશભાઈ પટેલ (આચાર્ય   ગડી શાળા), જાગૃતીબેન પટેલ શાલિનીબેન પટેલ,  અરુણાબેન પાડવી,  ગોવિંદભાઈ પઢીયારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ઍકથી આઠ ધોરણની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ગડી (તાલુકો ધરમપુર, જિ.વલસાડ) માં ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ તથા દીપક મરચન્ટે પરિચય પુસ્તિકાઓ, બાળકોને ગમતાં. જોતાં જ વાંચવામાં રસ પડે ઍવા પુસ્તકોનો થોડો પરિચય કરાવી અભ્યાસની સાથે સાથે ઈતરવાચનનું મહત્વ સમજાવી વેકેશન દરમિયાન વિવિધ ૧૨૫ પુસ્તકો ભેટમાં આપી વાંચવા માટે પ્રેરિત કર્યા હતાં.