ધરમપુરની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલનું ક્રાંતિકારી સંશોધન
- byDamanganga Times
- 27 April, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લાના ધરમપુરમાં સ્થિત Shrimad Rajchandra Hospital and Research Centre દ્વારા તબીબી ક્ષેત્રે ઍક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. હોસ્પિટલના તબીબોઍ નવજાત શિશુના મગજના વિકાસ અને સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને ‘ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ’ પદ્ધતિ પર સંશોધન કર્યું છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. આ સંશોધન પ્રતિષ્ઠિત ખ્ૃફૂશ્વર્જ્ઞ્ણૂઁ થ્ં્યર્શ્વીઁશ્ર ંશ્ ભ્ફૂશ્વજ્ઞ્ઁર્ીદ્દંશ્રંક્કિં માં -પ્રકાશિત થયું છે, જ્યારે સીઝેરિયન પ્રસૂતિ સંબંધિત અભ્યાસ ઘ્્યશ્વફૂ્યસ્ન્ જર્નલમાં પણ સ્થાન પામ્યો છે. આ પદ્ધતિથી બાળમરણના દરમાં ઘટાડો અને બાળકોના આઈક્યુ લેવલમાં વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે જન્મ પછી ૧ થી ૩ મિનિટમાં ગર્ભનાળ કાપી દેવામાં આવે છે, પરંતુ આ નવી પદ્ધતિ મુજબ પ્લેસેન્ટા કુદરતી રીતે બહાર આવે ત્યાં સુધી ગર્ભનાળ કાપવામાં આવતી નથી. જન્મ બાદ બાળકને ઓછામાં ઓછા ઍક કલાક સુધી માતાની છાતી પર રાખવામાં આવે છે,
જેથી માતા-બાળક વચ્ચે મજબૂત ભાવનાત્મક જોડાણ બને અને મગજના વિકાસને પ્રોત્સાહન મળે. હોસ્પિટલના છેલ્લા ૭-૮ વર્ષના અવલોકનો મુજબ, આ પદ્ધતિથી જન્મેલા બાળકોમાં બીમારીઓનું પ્રમાણ ઓછું અને બુદ્ધિ વિકાસ વધુ નોંધાયો છે. જરૂર પડે ત્યારે રિસસિટેશન પણ ગર્ભનાળ કાપ્યા વગર જ કરવામાં આવે છે, જેથી બાળકને માતાથી મળતો કુદરતી ઓક્સિજન ચાલુ રહે. ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના પૂર્વ સલાહકાર ઝ઼શ્વ. ખ્શ્વ્યઁ લ્જ્ઞ્ઁત્રિં્ મુજબ, બાળકના મગજનો ૯૦ ટકા વિકાસ ૮ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે, તેથી ગર્ભાવસ્થા દરમિયાન માતાની શારીરિક અને માનસિક સ્વસ્થતા અત્યંત મહત્વપૂર્ણ છે. હોસ્પિટલ દ્વારા માતા અને બાળક માટે સર્વાંગી અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં ગર્ભાવસ્થાથી લઈને જન્મ પછીના વિકાસ સુધી સંકલિત સારવાર આપવામાં આવે છે. આ પહેલ આરોગ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરતી સાથે દરેક બાળકને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને વિકાસની તક પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
