Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વારોલી તલાટમાં પીઠી ચઢાવેલી કન્યાઍ પરિવાર સાથે મતદાન કર્યું

વારોલી તલાટમાં પીઠી ચઢાવેલી કન્યાઍ પરિવાર સાથે મતદાન કર્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૬ ઃ ગુજરાત રાજ્ય માં આજે લોકશાહી ના પર્વ ચૂંટણી ની ઉત્સાહ સાથે ઉજવણી કરાય રહી છે. ત્યારે મતાધિકાર નું કેટલું મહત્વ છે. જે પુરવાર કરી આપતું ઍક અનોખું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાનાપોંઢા તાલુકા ના વારોલી તલાટ ગામે મોહનભાઈ બુધિયાભાઈ ખાંડરા ની પુત્રી દિક્ષાલી  ના લગ્ન  પ્રસંગ હોય જેથી પરિવાર ના બધા જ સભ્યો ખૂબ જ વ્યસ્ત હોવા છતાં લોકશાહીના પર્વ અને મળેલો મતાધિકારના હકનો ઉપયોગ કરવાની નૈતિક ફરજને સમજી પીઠી ચડાવેલી કન્યાને લઈ પરિવાર મતદાન કરવા ગયો હતો અને મતદાન કરી ઍક સમાજ ને અનોખો સંદેશો આપ્યો છે કે કોઈ પણ કામમાં વ્યસ્ત હોવા છતાં મતદાન કરવું જ જોઈઍ ઍ આપણી જવાબદારી અને ફરજ છે. દરેકે મતદાન અવશ્ય કરવું જ જોઈઍ નું કન્યા ના માતા પિતા, દાદા દાદી અને કાકા વિજયભાઈ ખાંડરા, કાકી મીનાબેન ખાંડારા સાથે વેરોલીતલાટ પ્રાથમિક શાળા માં જઈ મતદાન કર્યું હતું. ઍ સમાજ માટે ઍક ઉદાહરણ પૂરું પાડ્યું છે.